મોરબી નજીક માટીની આડમાં લવાતો રૂ.5.14 લાખનો દારૂ-બિયર ઝડપાયો
તાલુકા પોલીસે 15.24 લાખના મુદામાલ સાથે રાજસ્થાની શખ્સને દબોચી લીધો
મોરબી : મોરબી નજીક સીરામીક ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલ પીપળી ગામે પાસેથી તાલુકા પોલીસે બાતમીને આધારે માટીની બોરીની આડમાં છુપાવેલ વિદેશી દારૂ-બિયરના જથ્થા સાથે રાજસ્થાની શખ્સને ઝડપી લઈ ટ્રેલર સહિત રૂપિયા 15.24 લાખનો વિદેશી દારૂ તેમજ બિયરનો જથ્થો કબ્જે કર્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે પીપળી ગામની સીમ આવેલ અંબીકા કારખાના પાસે માનસરોવર સોસાયટીના કાચા રોડ ઉપર દરોડો પાડી ટ્રેલર નં.RJ-09-GC 3141ની તલાસી લેતા ટ્રેલરમાં ભરેલ માટીની બોરીની આડ માં છુપાવેલ ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 828 બોટલ તેમજ 312 નંગ બીયર ટીન કિંમત રૂપિયા 5,14,092નો જથ્થો કબ્જે કરી વિદેશી દારૂ બિયરનો જથ્થો લાવનાર આરોપી ટ્રેલર ચાલક શ્રવણસિંગ કીશનસિંગ રાવત રહે.રાજસ્થાનવાળાને ઝડપી લઈ કુલ રૂપિયા 15,24,092નો મુદામાલ કબ્જે કરી પ્રોહિબિશન એક્ટ અન્વયે કાર્યવાહી કરી હતી.