ટેસ્લાએ બે શો રૂમ માટે મુંબઈ અને દિલ્હીમાં જગ્યા ભાડે લીધી
મુંબઈની જગ્યાનું માસિક ભાડું 35 લાખ
ટેસ્લાનું ભારતમાં આગમન નિશ્ચિત બની ગયું છે.એલોન મસ્કની કંપનીએ શો રૂમ માટે મુંબઈ અને દિલ્હીના મોકાના વિસ્તારોમાં મોંઘીદાટ જગ્યા ભાડે લીધી છે.
એલોન મસ્કની ઓટોમોટિવ કંપની ટેસ્લાએ મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં આવતો મેકર મેક્સિટીમાં તેના શોરૂમની જગ્યા નક્કી કરી લીધી છે. તેનું માસિક ભાડું લગભગ ₹35 લાખ હોવાનું જાણવા મળ્યું છેમ
મેકર સીટી વાણિજ્યિક ટાવરના ભોંયતળિયે આવેલી કાર શોરૂમની જગ્યા લગભગ 3000 ચોરસ ફૂટના વિસ્તારમાં ફેલાયેલી છે.નોંધનીય છે કે બીકેસી દેશનું સૌથી મોંઘું વાણિજ્યિક રિયલ એસ્ટેટ કેન્દ્ર છે.
ટેસ્લા દ્વારા નવી દિલ્હીમાં પણ ઈન્દિરા ગાંધી
આંતરરાષ્ટ્રીય વિમાનમથક (આઈજીઆઈ) નજીક બ્રુકફિલ્ડ પ્રોપર્ટીમાં આવેલા એરોસિટી વિસ્તારમાં શો રૂમ માટે માસિક 25 લાખના ભાડાથી લગભગ 4000 ચોરસ ફૂટ જગ્યા નક્કી કરી લેવામાં આવી છે. નોંધનીય છે કે થોડા સમય પહેલા અમેરિકાની મુલાકાતે ગયેલા વડાપ્રધાન મોદી અને એલોન મસ્ક વચ્ચે યોજાયેલી બેઠક અને ભારતે લકઝરી કાર પરની ડ્યુટીમાં નોંધપાત્ર ઘટાડો કર્યા બાદ ટેસ્લાની ભારતમાં એન્ટ્રી થવાની સંભાવનાઓ બળવતર બની હતી.