જૈન સાધુના બોન્ડ પત્ની અને માતાના નામે ટ્રાન્સફર ન કરી શકાય: હાઇકોર્ટ
રસપ્રદ કેસમાં મુંબઈની વડી અદાલતમાં ચુકાદો
મુંબઈ હાઇકોર્ટે સંસાર છોડીને સન્યાસ પ્રાપ્ત કરનાર એક જૈન સાધુના આરબીઆઈના બોન્ડ તેમના પરિવારજનોના નામે ટ્રાન્સફર કરવાનો ઇનકાર કરી દીધો હતો.આ રસપ્રદ ઘટનાની વિગત એવી છે કે મુંબઈના મનોજભાઈ ઝવેરચંદ ડેઢિયાની પુત્રી દૃષ્ટિ તારીખ 22 જાન્યુઆરી 2018 ના રોજ સંસાર ત્યાગી સાધ્વી બની ગયા હતા.એ જ રીતે તારીખ 30 જાન્યુઆરી 2019 ના રોજ તેમના પુત્ર પાર્થે પણ સંસાર નો ત્યાગ કરી જૈન સાધુ પદ સ્વીકાર્યું હતું. બાદમાં 20 નવેમ્બર 2022 ના રોજ મનોજભાઈ એ પણ સન્યાસ લઈ લીધો હતો.
ત્યારબાદ તેમના 77 વર્ષના માતા નિર્મલાબેન અને 47 વર્ષના પત્ની ધારાબેને મનોજભાઈના નામના આરબીઆઈના બોન્ડ ટ્રાન્સફર કરવા માટે હાઈકોર્ટમાં રીટ પીટીશન દાખલ કરી હતી. કોઈ વ્યક્તિ સંસાર ત્યાગી અને સાધુ પદ સ્વીકારે ત્યારે તેમનું સાંસારિક મૃત્યુ થયું કહેવાય અને એવા સંજોગોમાં તેમની સંપત્તિ મેળવવા માટે તેમના વારસદારો અધિકાર ધરાવે છેએવી દલીલ અરજદારો દ્વારા કરવામાં આવી હતી.
જોકે હાઈકોર્ટે કહ્યું કે અરજદારો દ્વારા માત્ર સંન્યાસ ઉત્સવ અને આમંત્રણ કાર્ડની નકલો જ રજૂ કરવામાં આવી છે. કોઈ વ્યક્તિને માત્ર સન્યાસી જાહેર કરવા એ પૂરતું નથી. તે અંગેની ધાર્મિક વિધિ પણ કરવી જોઈએ. અદાલતે વધુમાં કહ્યું કે આ મુદ્દા નો ઉકેલ દ્વારા નહીં પરંતુ સિવિલ કોર્ટના માધ્યમથી લાવવો જોઈએ.