ડોનાલ્ડ ટ્રમ્પનો નવો પેંતરો : 5 મિલિયન ડોલરની કિંમતનું ‘ગોલ્ડ કાર્ડ’ વિઝા-ગ્રીન કાર્ડની ગેરંટી !! જાણો શું છે તેના ફાયદા
અમેરીકન ભારતીયોને જબરી અસર પડી શકે છે!
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ‘ગોલ્ડ કાર્ડ’ નામનો એક નવો વિઝા પ્રોગ્રામ લોન્ચ કર્યો છે, જે યુએસમાં નાગરિકતા મેળવવાનો ઝડપી માર્ગ સૂચવે છે. ૫ મિલિયન ડોલર એટલે કે અંદાજીત રૂ. ૪૩.૫ કરોડ રૂપિયા આપો અને અમેરીકાના કાયમી નાગરિક બની જાઓ! ટ્રમ્પ તેને ‘ગ્રીન કાર્ડ પ્રિવિલેજ પ્લસ’ કહે છે, જેનો અર્થ એ છે કે ગોલ્ડ વિઝાને કારણે ગ્રીન કાર્ડ ધારકને જેટલા લાભો મળે તેના સિવાયના લાભો પણ મળશે! જો કે, આ નવી યોજના **EB-5 વિઝા પ્રોગ્રામની જગ્યાએ આવશે. **EB-5 વિઝા ભારતીયોનું ફેવરીટ છે.
આ ગોલ્ડ વિઝા પ્રોગ્રામથી અમેરીકાને ઘણી કમાણી થશે. પરંતુ ઘણા ભારતીયો જે ખુબ હોંશિયાર છે વર્ષોથી ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યા છે તેમણે કદાચ નિરાશ થવું પડશે.
‘ગોલ્ડ કાર્ડ‘ વિઝા શું છે?
25 ફેબ્રુઆરીના રોજ, ટ્રમ્પે ‘ગોલ્ડ કાર્ડ’ નામના નવા વિઝા પ્રોગ્રામની જાહેરાત કરી, જે તે બે અઠવાડિયામાં શરૂ કરવાની યોજના ધરાવે છે.
ગોલ્ડ કાર્ડ વિઝાના ફાયદા:
✅ કાયમી રેસીડેન્સી (ગ્રીન કાર્ડ સમકક્ષ)
✅ અમેરિકન નાગરિકતા માટે સુગમતા
✅ યુએસ વ્યવસાયોમાં કોઈ રોકાણની જરૂર ન પડે
✅ ન્યૂનતમ રોકાણને બદલે **$5 મિલિયનની ફ્લેટ ફી
ટ્રમ્પ માને છે કે આનાથી શ્રીમંત વ્યક્તિઓ આકર્ષિત થશે, જેઓ પૈસા ખર્ચ કરશે, કર ચૂકવશે અને નોકરીઓનું સર્જન કરશે. આ વિઝા હાઈ પ્રોફાઈલ હસ્તીઓને મળશે.
ટ્રમ્પ સરકારના કોમર્સ સેક્રેટરી, હોવર્ડ લુટનિકે પણ આ પ્રોગ્રામને ટેકો આપ્યો હતો, અને કહ્યું હતું કે તે E**B-5 વિઝાનું સ્થાન લેશે, જેની તેમણે છેતરપિંડીથી ભરપૂર હોવાનો આરોપ લગાવ્યો હતો. તેના બદલે, નવું ગોલ્ડ કાર્ડ એક સીધી ડીલ કરશે જેનો સિદ્ધાંત હશે- કેશ ફોર રેસીડેન્સી ડીલ.
ગોલ્ડ કાર્ડ અને **EB-5 વિઝાનો તફાવત
🔹 **EB-5 વિઝા (જૂનો કાર્યક્રમ)
- તેની શરૂઆત ૧૯૯૦ માં અમેરિકાના અર્થતંત્રને વેગ આપવા માટે કરવામાં આવી હતી.
- ચોક્કસ ક્ષેત્રોમાં ઓછામાં ઓછું **$1.05 મિલિયન (રૂ. 9 કરોડ) અથવા **$800,000 (રૂ. 6.97 કરોડ) નું રોકાણ જરૂરી છે.
- રોકાણકારોએ યુએસ સરકાર માટે ઓછામાં ઓછી 10 નોકરીઓનું સર્જન કરવું પડે.
- આ વિઝામાં ઘણાને લાંબા વિલંબ અને છેતરપિંડીના આરોપોનો સામનો કરવો પડ્યો હતો.
🔹 ગોલ્ડ કાર્ડ વિઝા (નવો પ્રોગ્રામ)
- તેમાં કોઈ રોકાણ કે રોજગાર સર્જનની જરૂર નથી.
- ફક્ત **$5 મિલિયનની એક વખતની ચુકવણી કરી નાખો એટલે વાર્તા પૂરી.
- **EB-5 ની લાંબી પ્રોસેસથી મુક્તિ અને તરત ગ્રીન કાર્ડ મળી જાય!
આ વાત ભલે સરળ લાગે, પણ તેમાં મધ્યમ વર્ગના રોકાણકારો અને સ્કીલ્ડ વર્કર્સ કે એમ્પ્લોયીઝનો સમાવેશ થતો નથી જેઓ લોન મેળવવા માટે **EB-5 પર આધાર રાખતા હતા.
ભારતીયો માટે આ ખરાબ સમાચાર કેમ છે?
ઘણા ભારતીય વ્યાવસાયિકો અને વિદ્યાર્થીઓ અમેરિકામાં સ્થાયી થવાનું સ્વપ્ન જુએ છે, પરંતુ ટ્રમ્પના નવા વિઝા લોન્ચિંગથી પરિસ્થિતિ વધુ મુશ્કેલ બની ગઈ છે:
❌ અતિ ખર્ચાળ: – ભારતમાં ફક્ત અતિ-ધનવાન લોકોને જ 5 મિલિયન ડોલરના વિઝા પરવડી શકે છે.
❌ સ્કીલ્ડ વર્કર્સને નુકસાન – લાંબા સમયથી પેન્ડિંગ ગ્રીન કાર્ડ કેસોમાં અટવાયેલા ભારતીયોને નુકસાન થશે.
❌ ઉચ્ચ કક્ષાની નીતિ – આ પ્રોગ્રામ મહેનતુ વ્યાવસાયિકો કરતાં શ્રીમંત લોકોની તરફેણ કરે છે.
નિષ્ણાતોનો મત
- સિલિકોન વેલીમાં રહેતા ઇમિગ્રેશન રિફોર્મ એડવોકેટ અજય ભૂટોરિયાએ કહ્યું: “લાખો સ્કીલ્ડ વર્કર્સ જેવા કે- એન્જિનિયરો, ડોકટરો, ટેકનીશ – ગ્રીન કાર્ડ માટે દાયકાઓ રાહ જુએ છે. તેના બદલે, ટ્રમ્પની યોજના અતિ-ધનવાનો માટે જ બની હોય એવું લાગે છે. આ વાજબી નથી.”
- કાનૂની નિષ્ણાત સોનમ ચંદવાનીએ કહ્યું: “**EB-5 પ્રોગ્રામે ભારતીય ઉદ્યોગસાહસિકોને રોકાણ કરવાની અને નોકરીઓનું સર્જન કરવાની મંજૂરી આપી. જો આ પ્રોગ્રામને દુર કર્યો તો અમેરિકાને નુકસાન થશે અને ઘણા રોકાણકારો ફસાઈ જશે.’’
ટ્રમ્પ: ‘‘આનાથી ભારતીય વિદ્યાર્થીઓને ફાયદો થશે’’
ટીકા થતી હોવા છતાં, ટ્રમ્પ ભારપૂર્વક કહે છે કે ગોલ્ડ કાર્ડ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને મદદ કરશે. તેમનો દાવો છે કે યુએસ સરકારે તેના નાગરિકોને સુરક્ષિત રાખવા માટે શક્ય તેટલું બધું કરવાનો આગ્રહ રાખ્યો છે. વિઝાની સમસ્યાઓના કારણે કંપનીઓને ઘણીવાર હાર્વર્ડ, યેલ અને વ્હાર્ટન જેવી યુનિવર્સિટીઓના ટોચના સ્નાતકોને નોકરી પર રાખવામાં મુશ્કેલી પડે છે.
આ સમસ્યાના ઉકેલ માટે, ટ્રમ્પ કહે છે કે કંપનીઓ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે વિઝા સુરક્ષિત કરવા માટે ગોલ્ડ કાર્ડ ખરીદી શકે છે. જોકે, આનો અર્થ એ થયો કે વિદ્યાર્થીઓ લાંબો સમય સુધી નોકરીદાતા કંપની પર નિર્ભર રહેશે, અને બધી કંપનીઓ એક કર્મચારી માટે $5 મિલિયન ચૂકવવા તૈયાર નહીં થાય.
ભારતીયો પાસે બીજા કયા વિકલ્પો છે?
ગોલ્ડ કાર્ડ મોટાભાગના લોકો માટે પહોંચની બહાર હોવાથી, ભારતીયોએ અન્ય વિઝા માર્ગો શોધવા પડશે:
🔹 **O-1 વિઝા – ટેકનોલોજી, વિજ્ઞાન, કલા અથવા વ્યવસાયમાં અસાધારણ કુશળતા ધરાવતા લોકો માટે.
🔹 **H-1B વિઝા – ભારતીય **IT વ્યાવસાયિકો માટે સૌથી સામાન્ય એવા વર્ક વિઝા, જે ખુબ સ્પર્ધાત્મક હોવાથી મેળવવા અઘરા છે.
🔹 **EB-2 અને **EB-3 ગ્રીન કાર્ડ્સ – રોજગાર આધારિત ગ્રીન કાર્ડ્સ, પરંતુ તે મેળવવા માટે દાયકાઓ સુધી રાહ જોવી પડે.
ટ્રમ્પનો ગોલ્ડ કાર્ડ વિઝા અબજોપતિઓ માટે ઉત્તમ છે પણ કુશળ ભારતીય વ્યાવસાયિકો માટે ખરાબ છે. આનાથી શ્રીમંત અને મહેનતુ મધ્યમ વર્ગના ઇમિગ્રન્ટ્સ વચ્ચેનું અંતર વધી રહ્યું છે. મોટાભાગના ભારતીયો માટે અમેરીકા રહેવું વધુ મુશ્કેલ બની ગયું છે.
[box item]:
શું ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળી **$250 ની નોટ અમેરીકામાં આવશે?
દક્ષિણ કેરોલિનાના રિપબ્લિકન કોંગ્રેસમેન જો વિલ્સને એક આશ્ચર્યજનક અને આઘાત આપે એવો વિચાર રજૂ કર્યો છે – ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ચહેરો ધરાવતી **$250 નું નોટની પ્રપોઝલ મૂકી છે. તેઓ માને છે કે આનાથી ટ્રમ્પનું સન્માન થશે જ, પરંતુ તે જેને તેઓ “બાયડેનફ્લેશન” કહે છે તેનો સામનો કરવામાં પણ મદદ કરશે.
ટ્રમ્પની ડોલરની નોટ!
25 ફેબ્રુઆરીના રોજ, વિલ્સને સોશિયલ મીડિયા પર પોતાની યોજનાની જાહેરાત કરી અને પ્રસ્તાવિત બિલ એટલે કે નોટનો ફોટો શેર કર્યો. ટ્રમ્પને નવી ડિઝાઇન કરેલી **$250 ની નોટ પર ગંભીર પોઝમાં દર્શાવવામાં આવ્યા છે.
વિલ્સને લખ્યું, “હું બ્યુરો ઓફ એન્ગ્રેવિંગ એન્ડ પ્રિન્ટિંગને ડોનાલ્ડ જે. ટ્રમ્પના ચિત્ર સાથે **$250 ની નોટ ડિઝાઇન કરવા માટે નિર્દેશ આપવા માટે કાયદો તૈયાર કરી રહ્યો છું. બિડેન પ્રેરિત ફુગાવાએ અમેરિકન પરિવારોને વધુ રોકડ રાખવાની ફરજ પાડી છે. સૌથી મૂલ્યવાન રાષ્ટ્રપતિ માટે સૌથી મૂલ્યવાન નોટની જરૂર છે!”
ફુગાવો અને રાજકારણ
વિલ્સનની પ્રપોઝલે એક મોટી રાજકીય ચર્ચા છેડી છે. સપ્લાય ચેઇન સમસ્યાઓ અને ઊંચા સરકારી ખર્ચને કારણે 2022ના મધ્યમાં યુએસમાં ફુગાવો 40 વર્ષની ટોચે 9.1% પર પહોંચી ગયો હતો. જાન્યુઆરી 2025 સુધીમાં ફુગાવો ઘટીને 3% થયો હોવા છતાં, ઘણા અમેરિકનો હજુ પણ વધતી કિંમતોની અસરો અનુભવી રહ્યા છે. દરમિયાન, ટ્રમ્પની તાજેતરની વેપાર નીતિઓ, જેમાં મેક્સિકો, કેનેડા અને ચીન પર નવા ટેરિફનો સમાવેશ થાય છે, તેણે અર્થતંત્રમાં વધુ અનિશ્ચિતતા ઊભી કરી છે.
જો વિલ્સન નવા બિલનો આગ્રહ રાખે તો પણ, મોટા કાનૂની અવરોધો નડશે. ૧૮૬૬ના ફેડરલ કાયદા હેઠળ યુ.એસ. ચલણ પર જીવંત લોકોના ચહેરાનો ઉપયોગ પ્રતિબંધિત છે. કાયદામાં જણાવાયું છે કે, “જ્યાં સુધી આવા પોટ્રેટનું મૂળ પોટ્રેટ અસ્તિત્વમાં રહેશે ત્યાં સુધી કોઈપણ યુનાઇટેડ સ્ટેટ્સના બોન્ડ, સિક્યોરિટી, નોટ અથવા ચલણ પર કોઈ પોટ્રેટ લગાવવામાં આવશે નહીં.”
પોતાની યોજનાને વાસ્તવિકતા બનાવવા માટે, વિલ્સનને પહેલા કાયદો બદલવો પડશે, જે કરવું ખૂબ મુશ્કેલ હશે.
Abhimanyu Modi