શું તમને ખબર છે આ ફળ માણસના શરીરમાં અંદર જઈને માંસ ખાય છે
માણસનું માંસ ખાનારુ આ ફળ ભારતમાં જ ખૂબ જ જોવા મળે છે. આપ ફળના શોખિન હોવ કે ન હોવ પણ ક્યારેકને ક્યારેક આ ફળ જરુરથી ખાધું હશે. જો ફળ નહીં ખાધું હોય તો તેનો જ્યૂસ પીધો હશે. અમે વાત કરી રહ્યા છીએ અનાનસની. લોકો અનાનસને ખૂબ જ પ્રેમથી ખાધા હોય છે. હવે તમે વિચારી રહ્યા હશો કે અમે તો ઘણી વાર અનાનાસ ખાધું પણ અમારુ માંસ તેણે ક્યારેય નથી ખાધું. તો આવો જાણીએ કે તે માણસનું માંસ કેવી રીતે ખાય છે. અનાનાસ શરીરમાં પહોંચીને કેવી રીતે કામ કરે છે? આ ફળ પહેલી વાર કેવી રીતે આવ્યું?
અનાનસ કેવી રીતે ખાય છે માણસનું માંસ
જો આપ અનાનસનો 10થી 20 ગ્રામનો ટુકડો દરરોજ ખાશો તો તેમાં રહેલા પ્રોટીન શરીરની અંદર ગંદા માંસને ખતમ કરવાનું શરુ કરી દેશે. લાંબા સમય સુધી દરરોજ અનાનાસ ખાવાથી આપના શરીરમાંથી ગંદુ માંસ ખતમ થઈ જાય છે. તે ન ફક્ત આપની ચરબી ઓછી કરે છે, પણ પેટનો મોટાપો પણ ઘટાડે છે. તેનાથી શરીર ઊર્જાવાન અનુભવાય છે. અનાનાસમાં ઔષધીય ગુણ પણ હોય છે. તે શરીરની અંદર રહેલા ઝેરી તત્વોને પણ બહાર કાઢે છે. તેમાં ક્લોરિન પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે. ત્યારે આવા સમયે એ કહેવું ખોટું નથી કે દરેક વખતે જ્યારે તમે અનાનાસ ખાવ છો તો આપનો થોડો એવો ભાગ તે ખાઈ જાય છે.
અનાનસમાં શું શું જોવા મળે છે
અનાનસમાં સાઈટ્રિક અને મૈલિક એસિડ હોય છે. આ બંને મોંની કોશિકાઓને ખૂબ જ મામૂલી નુકસાન પહોંચાડે છે. અનાનસમાં એક પ્રોટીયોલાઈટિક એંઝાઈમ બ્રોમેલિન હોય છે. તે એંઝાઈમ પ્રોટીન અણુઓને તોડવામાં મદદ કરે છે. એંઝાઈમની હાજરીમાં અનાનસના એસિડ માણસના માંસને ખૂબ જ ઝડપથી તોડવાનું શરુ કરી દે છે. તાજા કપાયેલા અનાનસના ટુકડા ખાધા બાદ આપને જીવ એવો અનુભવ કરશે, જેમ કે હાલમાં ટંગ ક્લીનરને જોરથી લસરકો માર્યો હોય. ગાલની અંદરના ભાગમાં પણ કંઈક આવી જ રીતે અનુભવાશે. હકીકતમાં જોઈએ તો, અનાનસના મોંની અંદર થોડી જ સેકન્ડમાં આંશિક રીતે પચવા અને તેના એસિડ્સના કારણે થાય છે.
અનાનસનું ઉત્પાદન ક્યાંથી શરુ થયું
મીટ ઈંડસ્ટ્રીમાં અનાનસ પાઉડરનો ઉપયોગ મીટ ટેંડરાઈઝર તરીકે કરવામાં આવે છે. તો વળી જો આપ બહુ વધારે પ્રોટીનવાળા ભોજન લો છો તો અનાનસ તેને સારી રીતે પાચન કરવામાં મદદ કરી શકે છે. તેથી ભોજન લીધા બાદ અનાનસનો એક ટુકડો અથવા તાજો રસ પીવાથી ફાયદાકારક સાબિત થશે. અહીં ધ્યાન રાખવા જેવી બાબત એછે કે, ફક્ત તાજો રસ અથવા સ્લાઈસ જ ફાયદો કરશે. કારણ કે હવાના સંપર્કમાં આવવાથી બ્રોમેલિન ટૂંક સમયમાં જ તૂટી જાય છે. જો અનાનસને પકાવવામાં અથવા ડબ્બાબંધ કરવામાં આવે તો તેમાં રહેલા એંઝાઈમથી મળતા ફાયદા ઓછા થઈ જાય છે. અનાનસ અથવા પાઈનેપલ દક્ષિણી અમેરિકામાં જનજાતિઓએ ઉગાડવાનું શરુ કર્યું હતું. તેને પોર્ટુગલી અન સ્પેનિશ લોકએ બાકીની દુનિયામાં ફેલાવ્યું.
અનાનસના સેવનથી મળે છે કેટલાય લાભ
જો આપને એસિડિટીની સમસ્યા રહે છે તો અનાનસનો રસ પીવાથી આપને ફાયદો થશે. તો વળી અનાનસના પાનનો ઉકાળો દસ્ત રોકી શકશે. તેનો જ્યૂસ પાચન તંત્રને મજબૂત કરે છે. જો કોઈને ખાંસી છે તો તેને અનાનસનો જ્યૂસમાં મધ અને જીરુ ભેળવો શકો છો. તો વળી ભૂખ નહીં લાગવાની ફરિયાદ રહેતી હોય તો સતત એક અઠવાડીયા સુધી અનાનસનો જ્યૂસ પીવાથી ખાવાનું ખાવાની ઈચ્છા થવા લાગશે. માનવામાં આવે છે કે, શ્વાસની બીમારીમાં તેનો જ્યૂસ ફાયદાકારક સાબિત થશે. જો કે, વધારે માત્રામાં અનાનસના ટુકડા અથવા જ્યૂસ નુકસાન પણ પહોંચાડી શકે છે. તેથી દરરોજ સીમિત માત્રામાં તેનું સેવન કરવું જોઈએ.
કેન્સરના ખતરાને ઓછું કરશે
અનાનસમાં ખૂબ જ મોટી માત્રામાં મેગ્નીશિયમ જોવા મળે છે. તે શરીરના હાડકાને મજબૂત બનાવવા અને શરીરને ઊર્જા આપવાનું કામ કરે છે. એક કપ અનાનસના રસ પીવાથી દિનભરની જરુરિયાતનો 75
ટકા મેગ્નીશિયમ મળી જાય છે. અનાનસમાં જોવા મળતા બ્રોમિલિન શરદી, ખાંસી, સોજો, ગળામાં ખરાશ, અને ગઠિયામાં ફાયદાકારક થાય છે. અનાનસ આંખની રોશની માટે ફાયદાકારક છે. ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિકોએ અધ્યયન અનુસાર અનાનસ કેન્સરના ખતરાને ઓછું કરે છે. તે હાઈ એન્ટીઓક્સીડેંટનો સોર્સ છે. તેમાં વિટામિન સી પ્રચૂર માત્રામાં હોય છે. તેનાથી શરીરની પ્રતિરોધક ક્ષમતા વધે છે.