લાહોરના બાળકે કહ્યું, વિરાટ કોહલી એટલે બાબરનો બાપ !!
પાકિસ્તાનના લાહોરમાં અફઘાનિસ્તાન-ઈંગ્લેન્ડ મેચ માટે એકઠા થયેલા ચાહકોએ પણ વિરાટ કોહલીના ભરપેટ વખાણ કર્યા હતા. એક પત્રકારે જ્યારે અફઘાનને સમર્થન આપવા આવેલા એક બાળકને વિરાટ અંગે સવાલ પૂછવામાં આવ્યો તો એવો જવાબ મળ્યો કે વિરાટ બાબર આઝમનો બાપ છે ! પત્રકારે બાળકને પૂછયું હતું કે શું તે વિરાટ કોહલીને ઓળખે છે ? આ પ્રશ્નનો જવાબ આપતાં બાળકે કહ્યું કે હાં કોહલી કિંગ છે. તેણે ૧૪ હજાર રનનો રેકોર્ડ પણ બન્ાયો છે અને તે આઝમ (બાબર આઝમ)નો બાપ છે ! અન્ય એક ચાહકે કહ્યું કે કોહલી પોતાનામાં એક બ્રાન્ડ છે. કોહલી પોતાના માટે નહીં દેશ માટે રમે છે.