રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારા ગોડસેના વખાણ કરનાર પ્રોફેસર શઇઝા કોણ છે ?? NITના ડીન તરીકે કરાઈ નિમણૂક
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસેની ભરપૂર પ્રશંસા કરનાર એનઆઈટી- કલિકટના મહિલા પ્રોફેસર ડૉક્ટર શઇઝા એ ની કેન્દ્ર સરકારે એનઆઈટી ના પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ વિભાગના ડીન તરીકે નિમણૂક કરતા ભારે ઊહાપોહ થયો છે.કોંગ્રેસે આ પગલાને મોદીની ગાંધી વિરોધી માનસિકતાનું ઉદાહરણ ગણાવ્યું હતું તો સીપીઆઈ એ આ નિર્ણયના વિરોધમાં રેલી ધરણા યોજવાની જાહેરાત કરી હતી.
આ મહિલા પ્રોફેસરે પોતાને ગોડસે ઉપર ગર્વ હોવાનું જણાવ્યું હતું.ગાંધીજીની હત્યા કરીને ગોડસેએ ભારતને બચાવી લીધું હોવાનું જણાવી તેમણે ગાંધીજીના એ હત્યારાની ભરપૂર પ્રશંસા કરી હતી.સોશિયલ મીડિયા પર તેમણે આ વિચારો વ્યક્ત કર્યા બાદ તેમની સામે પોલીસ ફરિયાદ થઈ હતી જેમાં તેમને જમીન મળ્યા હતા.એ કેસ હજુ પણ પેન્ડિંગ છે.આવી વ્યક્તિને ડીન બનાવવામાં આવતાં ઘેરા પડધા પડ્યા છે.
કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું,” આ મોદી માનસિકતાનો ભાગ છે – ગાંધીનું મૂલ્ય ઘટાડો,ગોડસેના ગુણગાન ગાઓ ” તેમણે વધુમાં કહ્યું કે ગાંધીદ્રોહીઓની ભાજપમાં બોલબાલા છે.ગાંધી અને ગોડસે વચ્ચે પસંદગી ન કરી શકનાર એક ન્યાયાધીશ અત્યારે ભાજપના સાંસદ છે.સીપીઆઈ એ પણ આ પગલાનો વિરોધ કર્યો હતો અને તેની વિદ્યાર્થી પાંખ દ્વારા એન આઈ ટી સુધી વિરોધ કૂચ કરવાની જાહેરાત કરી હતી.