શું પીરિયડ્સ સમયમાં મહિલાઓએ ચા ના પીવી જોઈએ ?, જાણો તેની આડ અશર
માસિક ધર્મ મહિલાઓના શરીરમાં થતી કુદરતી પ્રક્રિયા છે. આ પ્રક્રિયા દરમિયાન ગર્ભાશયમાંથી લોહી અને ટીશ્યુ વજાઈના દ્વારા બહાર નીકળે છે. આ પ્રક્રિયા સામાન્ય રીતે મહિનામાં એક વખત થાય છે. જણાવી દઈએ કે, માસિક ધર્મનો સમયગાળો 3થી 7 દિવસ સુધીનો હોય છે. જે મહિલાની ઉંમર વધવાની સાથે અને મહિલાના જીવનમાં આવતા શારીરિક બદલાવોની સાથે બદલાય છે. માસિક ધર્મ દરમિયાન મહિલાઓને કેટલીક ક્રિયાઓ ન કરવાનું સૂચન અપાય છે. જોકે, તમને જાણીને નવાઈ લાગશે કે માસિક ધર્મ દરમિયાન ચા ન પીવાનો પણ સમાવેશ થાય છે.
માસિક ધર્મ દરમિયાન મહિલાઓને ચા ન પીવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે ચામાં કેફીન હોય છે. જેનું વધુ પડતું સેવન કરવાથી શરીરમાં સમસ્યાઓ પેદા થઈ શકે છે. ચામાં રહેલું કેફીન ક્રેમ્પ્સ અને બ્લિડીંગમાં વધારો કરે છે. એક કપ ચામાં 26.1 mg કેફીન રહેલું હોય છે, જે બ્લડ પ્રેશર વધારવાની સાથે હાર્ટ રેટમાં પણ વધારો કરે છે. ત્યારે આ આર્ટિકલમાં અમે કેટલાક કારણો જણાવીશું કે પીરિયડ્સ દરમિયાન મહિલાઓએ ચાનું સેવન કેમ ન કરવું જોઈએ.
કેફીન
ચામાં મોટા પ્રમાણમાં કેફીન જોવા મળે છે. કેફીન મહિલાઓના શરીરમાં તણાવનું પ્રમાણ વધારી શકે છે. જે પીરિયડ્સ દરમિયાન મહિલાઓમાં તણાવ વધવાનું કારણ બની શકે છે.
પેટમાં ગેસ અથવા અપચો
માસિક ધર્મના સમયગાળા દરમિયાન મહિલાઓના પેટમાં ગેસ અથવા અપચાની સમસ્યા થઇ શકે છે. ત્યારે ચામાં રહેલું કેફીન આ સમસ્યામાં વધારો કરી શકે છે, જેથી માસિક ધર્મ દરમિયાન મહિલાઓએ ચા પીવાનું ટાળવું જોઈએ.
પેટમાં દુખાવો
ચામાં મળી આવતું કેફીન પેટના દુખાવામાં વધારો કરી શકે છે. પીરિયડ્સ દરમિયાન પેટનો દુખાવો વધી શકે છે, જેથી પીરિયડ્સ દરમિયાન ચાનું સેવન ન કરવાની સલાહ આપવામાં આવે છે.
હોર્મોનલ ચેન્જીસ
પીરિયડ્સના સમયગાળા દરમિયાન મહિલાના શરીરમાં હોર્મોનલ ચેન્જીસ થતાં હોય છે. જેના કારણે શરીરને સંતુલિત આહારની જરૂર પડે છે. ચામાં કેફીન હોવા ઉપરાંત તેમાં કોઈ ખાસ ન્યુટ્રીશન નથી હોતાં. ત્યારે માસિક ધર્મ દરમિયાન ચાનું સેવન કરવાથી શરીરને પોશાક તત્વો નથી મળી શકતા.
