આટલા કેળા તો વાનર પણ નથી ખાતા !! ‘ભુખ્ખડ’ પાકિસ્તાન ટીમનો ફજેતો, પૂર્વ બોલર વસીમ અકરમે કહ્યું, આ કોઇ રીત છે?
આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં યજમાન પાકિસ્તાનની રમત એકદમ બકવાસ રહી હતી. ન્યુઝીલેન્ડ અને ભારત સામે હાર્યા બાદ ટીમ બહાર થઈ ગટું છે. ભારત વિરુદ્ધ મેચ દરમિયાન જે પ્રકારે પાકિસ્તાની ખેલાડીઓએ ખાવા માટે મેદાન ઉપર કેળા મંગાવ્યા હતા તેને જોઈને પૂર્વ કેપ્ટન વસીમ અકરમ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. આ બદલ તેણે પાકિસ્તાની બોલરોની બેફામ ઝાટકણી કાઢી હતી.
પાકિસ્તાની ખેલાડીઓની ખાવાપીવાની ટેવને કારણે વસીમ અકરમે બધાને ઝાટક્યા હતા. તેણે કહ્યું કે બીજો ડ્રીન્કબ્રેક પડયો ત્યારે થાળી ભરીને કેળા મેદાન પર આવ્યા હતા. જેટલા કેળા પાકિસ્તાની ખેલાડીઓ માટે આવ્યા હતા એટલા તો વાનર પણ નથી ખાતાં. વસીમે તેના સાથી બોલર વકાર યુનુસને કહ્યું કે તેઓ જ્યારે બોલિંગ કરતા હતા ત્યારે કેટલા કેળા ખાતાં હતાં ?
જો એ સમયે અમે આ પ્રકારે કેળા ખાધાં હોત તો અમારા કેપ્ટન ઈમરાન ખાને ગ્રાઉન્ડ ઉપર જ થપ્પડ મારી દીધી હોત. અત્રે ઉલ્લેખનીય છે કે ન્યુઝીલેન્ડ અને ભારત એમ બન્ને સામેની મેચમાં પાકિસ્તાનની બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ ત્રણેય નબળા રહ્યા હતા જે બદલ ટીમની ખાનપાનની ટેવ જ જવાબદાર હોવાનું વસીમ અકરમે કહ્યું હતું.