ફૂટબોલ સ્ટાર મેસ્સી-રોનાલ્ડોની ‘બૂરાઈ’ શરૂ
આંતરરાષ્ટ્રીય ફૂટબોલના બે સ્ટાર ખેલાડી લિયોનલ મેસ્સી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો ખરાબ સમય શરૂ થયો હોય તેવું લાગી રહ્યું છે. આમ તો બન્ને અલગ-અલગ ટૂર્નામેન્ટમાં રમી રહ્યા છે આમ છતાં અત્યારે ચર્ચામાં છે. મેસ્સીએ હરિફ ટીમના કોચ સાથે દુર્વ્યવહાર કર્યો તો રોનાલ્ડોને પણ મેચમાં થયેલા વિલંબ બદલ માફી માંગવી પડક્ષ હતી. મેસ્સીની આગેવાનીવાળી ઈન્ટરમિયામી ટીમનો સામનો ન્યુયોર્ક સિટી સામે હતો. મેચ ૨-૨થી ડ્રો રહી હતી. દરમિયાન મેસ્સીએ ન્યુયોર્ક ટીમના સહાયક કોચ મેહદી બાલોચીની ગરદન પકડી લીધી હતી જેના કારણે તેને યેલો કાર્ડ અપાયું હતું. જ્યારે રોનાલ્ડોએ મેચમાં મોડું આવવા બદલ સૌની માફી માંગવી પડી હતી.