રાજકોટ TRP અગ્નિકાંડ : કોન્ટ્રાક્ટર- સસ્પેન્ડેડ ફાયર ઓફિસરની જામીન અરજી રદ
- હાઇકોર્ટે ત્રણ આરોપીઓને જામીનમુક્ત કરતા બંનેએ સમાનતાના સિદ્ધાંત મુજબ કરી ‘તી અરજી, રજૂઆતો બાદ પાંચ દિવસે કોર્ટે પોતાનો પક્ષ રજૂ કર્યો
ટીઆરપી અગ્નિકાંડ કેસમાં જેલમાં રહેલ કોન્ટ્રાક્ટર મહેશ રાઠોડ અને સસ્પેન્ડેડ ફાયર ઓફિસર રોહિત વિગોરાએ અગાઉ હાઇકોર્ટે ત્રણ આરોપીઓને જામીનમુક્ત કરતાસમાનતાના સિદ્ધાંતનો લાભ મેળવવા અને જેલમુક્ત થવા સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જેમાં બંને પક્ષકારોની વિગતવાર દલીલોના અંતે પાંચ દિવસે આદલતે જામીન અરજી ફગાવી દીધી હતી.
આ કેસની હકિકત મુજબ, નાનામૌવા મેઇન રોડ નજીક આવેલ ટીઆરપી ગેઇમ ઝોનમાં ગત તારીખ ૨૫/૫/૨૪ ના લાગેલી ભયાનક આગમાં ૨૭ માનવ જિંદગી હોમાય ગઈ હતી. પોલીસે તપાસના આધારે ૧૫ આરોપીઓ સામે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહીમાં કરી હતી.આ કેસમાં આરોપી કોન્ટ્રાકટર મહેશ રાઠોડ ભૂમિકા એવી હતી કે, જ્યાં વેલ્ડીંગ કામ ચાલુ હોય ત્યાં નીચે થર્મોકોલના ટુકડા પફ પેનલ સીટ પડેલ હોય તેમ છતાં કોઈપણ સાવચેતી વગર કામ ચાલુ રાખતા આ ઘટના બની હતી જ્યારે સસ્પેન્ડડ ફાયર ઓફિસર રોહિત વિગોરાની ભૂમિકા જોઈએ તો આ ઘટના બની તે પોતાના કાર્યક્ષેત્ર વિસ્તારમાં આવતું હોય તેમજ અગાઉ અહીં આગ લાગી હોય અને ફાયર એનઓસી ન હોવાની હકીકત જાણવા છતાં પણ ગેઇમ ઝોન પર કોઈ કાર્યવાહી ન કરી હતી. જેલ હવાલે રહેલ બંને આરોપીઓએ આ કેસમાં સંડાવાયેલા અન્ય ત્રણ આરોપીઓને હાઇકોર્ટે જામીનમુક્ત કરતા સમાનતાનો લાભ મેળવવા માટે સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી.
અરજી ચાલવા પર આવતા આરોપી મહેશ રાઠોડ વતી બંને પક્ષોની દલીલો ગત ૨૦ તારીખે પૂર્ણ થઈ ગઈ હતી પરંતુ સેસ્પેન્ડડ ફાયર ઓફિસર રોહિત વિગોરાની જામીન અરજી બાબતે બંને પક્ષો દ્વારા કલાકો સુધી દલીલો ચાલી હતી. જે બાદ સ્પે.પી.પી તુષાર ગોકાણીએ કરેલી ધારદાર દલીલો અને રજૂઆતોને માન્ય રાખી અદાલતે બંને આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી હતી.
આ કેસમાં સરકાર તરફે સ્પેશિયલ પી.પી તુષાર ગોકાણી, આસિસ્ટન્ટ પી.પી નિતેશ કથીરિયા તથા ભોગબનનાર પરિવાર વતી સુરેશ ફળદુ અને એન.આર.જાડેજા રોકાયેલા હતા