- અત્યાર સુધી ૧૩૦૦ ગ્રામના બેટથી બેટિંગ કરતો, હવે વજનમાં ઘટાડો કરેલા પાંચ બેટ જલંધરથી મંગાવ્યા
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની આગામી આઈપીએલમાં ચેન્નાઈ સુપરકિંગ્સ વતી રમવાની તૈયારીમાં લાગી ગયા છે. તાજેતરમાં જ આઈપીએલના કાર્યક્રમનું એલાન થયું હતું. હવે ધોની સીઝનની શરૂઆત પહેલાં જ પોતાના બેટમાં ફેરફાર કરી રહ્યો છે. ધોનીએ પોતાના બેટનું વજન ઘટાડ્યું છે. અત્યાર સુધી તે ભારે ભરખમ બેટથી જ બેટિંગ કરતો અને ચોગ્ગા-છગ્ગા ફટકારતો હતો.
ધોની અન્ડર-૧૯ના દિવસોમાં અંદાજે ૧૨૦૦ ગ્રામના બેટનો ઉપયોગ કરતો હતો અને તેના મોટા ભાગના બેટ જલંધરમાંથી તૈયાર થઈને આવતા હતા. આ પછી તેણે બેટનું વજન વધારીને ૧૩૦૦ ગ્રામ કર્યું હતું. જો કે હવે બેટના વજનમાં ઘટાડો કરેલા પાંચ બેટ ધોનીના ઘરે મોકલવામાં આવ્યા છે. અગાઉ સુરેશ રૈનાએ પણ કહ્યું હતું કે ધોની પોતાના બેટ ઉપર કામ કરી રહ્યો છે. વધતી ઉંમર સહિતના કારણોસર ધોનીએ બેટનું વજન ઘટાડ્યું છે. ધોની ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ચેન્નાઈ સુપરકિંગ્સ સાથે જોડાઈ જશે.