ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે ઑસ્ટ્રેલિયા-આફ્રિકા ટકરાશે : રાવલપિંડીમાં બપોરે 2:30 થી મુકાબલો શરૂ, બન્ને ટીમે પોતાની પહેલી મેચ જીતી છે
ચેમ્પિયન્સ ટ્રોફીની બે મજબૂત ટીમ ઑસ્ટે્રલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે આજે બપોરે ૨:૩૦ વાગ્યાથી રાવલપિંડીમાં ટક્કર થવાની છે. આફ્રિકાએ અફઘાનિસ્તાનને હરાવ્યું હતું જ્યારે ઑસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડ સામે રેકોર્ડબ્રેક ૩૫૧ રન ચેઈઝ કરીને જીત મેળવી હોય બન્ને ટીમ અત્યારે ફૂલ ફોર્મમાં રમી રહી છે એટલા માટે આ મુકાબલો કાંટે કી ટક્કર સમાન બની રહેશે.
ઑસ્ટ્રેલિયાની વાત કરવામાં આવે તો જોશ ઈંગ્લીસ અત્યારે ફૂલ ફોર્મમાં છે. આ ઉપરાંત એલેક્સ કેરી, ગ્લેન મેક્સવેલ સહિતના બેટરો પણ દમખમ બતાવી રહ્યા છે. જો કે ઈંગ્લેન્ડ સામે સ્ટિવ સ્મિથ, ટે્રવિસ હેડ સહિતના નિષ્ફળ નિવડ્યા હોય આફ્રિકા સામે તેમનું ચાલવું જરૂરી બની જાય છે.
જ્યારે આફ્રિકાની ટીમમાં અત્યારે બાઉમા, રિકેલ્ટન, વાન ડેર ડસેન સહિતના ખેલાડી અફઘાન સામે ચમક્યા હતા તો ટીમમાં એડન માર્કરમ, ડેવિડ મીલર સહિતના બેટરો છે જે ઑસ્ટે્રલિયા માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.