રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ધોરણ 1માં એડમિશન માટે ૨૮મીથી ઓનલાઇન ફોર્મ ભરવાનું શરૂ
પેટા… જરૂરી આધાર પુરાવા સાથે વેબસાઈટ પર 12 માર્ચ સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલશે
ચાલુ વર્ષ માટે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ એડમિશનના ઓનલાઈન ફોર્મ 28 મીથી ભરવાની કામગીરી શરૂ થઈ જશે. શૈક્ષણિક વર્ગ 2025-2026 માં જરૂરિયાતમંદ બાળકોને વિનામૂલ્યે ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ એક માં પ્રવેશ માટે જાહેરાત કરવામાં આવી છે જેમાં બાળકોના વાલી હોય એ વેબસાઈટ પર તારીખ 28 ફેબ્રુઆરી ની શુક્રવારથી તારીખ 12 માર્ચ બુધવાર સુધી પ્રવેશ ફોર્મ ભરી શકાશે.
આ માટે વેબસાઈટ rte.orpgujrat.com 28 ફેબ્રુઆરીથી 12 માર્ચ સુધી જરૂરી માહિતી સાથે પ્રવેશ ફોર્મ ભરવાનું રહેશે આ અંગે જરૂરી વિગત જેવી કે અરજી કયા કયા આધાર પુરાવા સાથે અને કયા અધિકારીને રજૂ કર્યું તે તમામ વિગતો વેબસાઈટ પર મૂકવામાં આવી છે.
ગુજરાત સરકાર દ્વારા રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ખાનગી પ્રાથમિક શાળાઓમાં તેની કેપેસિટી ના 25% મુજબ નબળા અને જરૂરિયાતમંદ પરિવારના વિદ્યાર્થીઓને ધોરણ-1 માં પ્રવેશ આપવાનો હોય છે. જે બાળકોને પહેલી જૂન 2025 ના રોજ છ વર્ષ પૂર્ણ થતા હોય અને લાયકાત ધરાવતા હોય તે બાળકોને અગ્રતા મુજબ પ્રવેશ આપવામાં આવે છે.