દેશમાં ખાદ્ય તેલની મોંઘવારી ક્યાં પહોંચી ગઈ છે ? શું છે ભાવની રફતાર ? જુઓ
દેશમાં ખાદ્ય તેલની મોંઘવારી હવે ચિંતાનું કારણ બની રહી છે. રૂપિયામાં નબળાઈ ખાદ્ય તેલના ભાવને વધુ અસર કરી શકે છે. બધા ખાદ્ય તેલ મોંઘા થઈ રહ્યા છે . પામ તેલ, સોયાબીન તેલ, મગફળીનું તેલ, સરસવનું તેલ અને વનસ્પતિ તેલ 1 મહિના પહેલા કેટલું મોંઘું હતું અને હવે કેટલું મોંઘું છે તેની ટકાવારી ચિંતા કરાવી રહી છે.

એક અહેવાલ મુજબ છેલ્લા ૧ માસમાં ભાવમાં ૫ ટકાનો વધારો થઈ ગયો છે . આમ આદમી માટે પડકારો વધી રહ્યા છે અને ભાવ હજુ પણ વધી શકે છે તેવો ભય છે. રૂપિયામાં પછડાટ ચાલુ જ રહી છે અને સ્થિતિ ખરાબ થઈ રહી છે.
સીએઆઈટીના ડેટા અનુસાર, 1 મહિના પહેલા પામ ઓઇલ 140 રૂપિયા પ્રતિ લિટરના ભાવે ઉપલબ્ધ હતું, જ્યારે હવે તેની કિંમત વધીને 146 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. આમ દિવસે, દિવસે ભાવ વધી રહ્યા છે અને આમ આદમી માટે મુશ્કેલી વધી રહી છે .
સોયાબીન તેલ ૧૨૮ રૂપિયાથી વધીને ૧૩૫ રૂપિયા પ્રતિ લિટર થયું છે. એક મહિના પહેલા મગફળીના તેલનો ભાવ ૧૮૩ રૂપિયા હતો અને હવે તે ૧૮૫ રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો છે. સરસવનું તેલ ૧૬૩ રૂપિયાથી વધીને ૧૬૬ રૂપિયા અને વનસ્પતિ તેલ ૧૪૮ રૂપિયાથી વધીને ૧૫૦ રૂપિયા પ્રતિ લિટર થયું છે.
ભારત તેની ખાદ્ય તેલની જરૂરિયાતના 60 ટકા આયાત કરે છે. છેલ્લા એક મહિનામાં જ ખાદ્ય તેલના ભાવમાં 5 ટકાનો વધારો થયો છે. સરકારે સપ્ટેમ્બરમાં આ ડ્યુટી લાદી હતી. ત્યારથી, તેલના ભાવમાં 40 ટકાનો વધારો થયો છે.