એસ.ટી બસ સુવિધા અંગે નાણામંત્રીની મોટી જાહેરાત : આ વર્ષે 1850 નવી એસ.ટી બસ દોડતી કરાશે
બજેટમાં આધુનિક ટેકનોલોજી ધરાવતી ૧૪૫૦ ડીલક્ષ અને ૪૦૦ મીડી બસ એમ કુલ ૧૮૫૦ નવી બસો પ્રજાની સેવામાં મૂકવા માટે ₹૭૬૬ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
આ ઉપરાંત મુસાફરોની સગવડતાને ધ્યાને લઇ ૨૦૦ નવી પ્રીમિયમ AC બસો અને ૧૦ કારવાન સંચાલનમાં મૂકવામાં આવશે. આ બસો થકી ૨૫ પ્રવાસી અને યાત્રાધામ સ્થળોને સાંકળવા ₹૩૬૦ કરોડની જોગવાઇ. નવીન ડેપો-વર્કશોપ અને બસ સ્ટેશનના આધુનિકીકરણ માટે ₹૨૯૧ કરોડની જોગવાઇ કરાઈ છે. સુરત ખાતે બની રહેલ મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબ પ્રોજેકટ માટે કુલ ₹૧૮૫ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

મુસાફરોની સલામતીને સુનિશ્ચિત કરવા એક્સપ્રેસ બસોમાં સંભવિત આકસ્મિક ઘટના પહેલા ડ્રાઇવરોને રીયલ ટાઇમ ઓડીયો-વિઝયુઅલ એલર્ટ આપવા પ્રથમ તબક્કામાં Advanced Driver Assistance System & Driver Monitoring System માટે ₹૧૩ કરોડની જોગવાઇ. નિગમ ખાતે ડ્રાઈવર – કંડકટર – મિકેનિક તથા ક્લાર્કની કક્ષામાં કુલ મળી ૧૧ હજારથી વધુ ઉમેદવારોની ભરતી પ્રગતિમાં છે.
આ ઉપરાંત ગુજરાતના બંદરોની હાલની વાર્ષિક ક્ષમતા આશરે ૫૯૮ મિલિયન મેટ્રિક ટન છે. તેને ૨૦૪૭ સુધીમાં ૨૦૦૦ મિલિયન મેટ્રિક ટનથી વધુ કરવાનું આયોજન છે.
નવલખી અને મગદલ્લા બંદરોના વિકાસ માટે ₹૨૫૦ કરોડની જોગવાઇ. રાજ્યમાં પોર્ટ સિટીનો વિકાસ કરવાનું પણ આયોજન છે. આ માટે ₹૧૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.