રાજકોટના જીયાણા ગામે હેવી વીજલાઇન નીચે બાંધકામ થતું હોવાની જિલ્લા કલેક્ટરને અરજી
- લોકજાગૃતિ મંચના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દ્વારા લેખિત અરજી કરવામાં આવી
રાજકોટના કુવાડવા-વાંકાનેર રોડ ઉપર આવેલ જીયાણા ગામે બિનખેતી થયેલી જમીનમાં પ્લોટ માલિકો દ્વારા હેવી વીજલાઇન નીચે જ બાંધકામ કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ સાથેની અરજી લોકજાગૃતિ મંચના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દ્વારા રાજકોટ જિલ્લા કલેક્ટરને કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ તાલુકાના જીયાણા ગામના રેવન્યુ સર્વે નંબર 268 પૈકીની જમીનમાં પ્લોટ માલિકો દ્વારા ગ્રામપંચાયતની મંજૂરી મેળવી હડાળા-શાપર હેવી વીજલાઇનની નીચે જ બાંધકામ કરતા હોવાની ફરિયાદ લોકજાગૃતિ મંચના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વિજયભાઈ કુંભારવાડીયા દ્વારા જિલ્લા કલેક્ટરને કરવામાં આવીઓ છે. સાથે જ જીયાણા ગામના સરપંચ અને રાજકોટ તાલુકા પંચાયતના ટીડીઓ આ મામલે પગલાં ભરતા ન હોવાનું પણ ફરિયાદ કમ અરજીમાં જણાવવામાં આવ્યું છે.