કરાંચીની છાતી ઉપર લહેરાયો ભારતનો ત્રિરંગો
\કરાંચીના નેશનલ સ્ટેડિયમ ઉપર ભારતનો ઝંડો લહેરાઈ રહ્યો ન્હોતો જેને લઈને વિવાદે જોર પકડ્યું હતું. વિવાદ વધતાં જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ કરાંચીમાં ભારતીય ઝંડો લહેરાવી દીધો હતો. સોશ્યલ મીડિયા પર કરાંચીના નેશનલ સ્ટેડિયમની અમુક તસવીરો અને વીડિયો વાયરલ થયા હતા જેમાં ભારતનો ઝંડો ન્હોતો. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેનારી તમામ ટીમના ઝંડા અહીં લહેરાઈ રહ્યા હતા. જો કે હવે નવી તસવીરો સામે આવી છે જેમાં ભારતનો ઝંડો પણ લહેરાઈ રહ્યો છે. ત્યાં સુધી કે ભારતીય ટીમની જર્સી ઉપર પણ દુબઈમાં રમવા છતાં યજમાન દેશ તરીકે પાકિસ્તાનનું નામ લખ્યું છે.