ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાકિસ્તાનની કેવી કરી ધોલાઈ ? જુઓ
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં ભારતના રાજદૂતે જણાવ્યું હતું કે ભારત જૈશ-એ-મોહમ્મદ જેવા સંગઠનો દ્વારા પાકિસ્તાનના આતંકવાદી કૃત્યોનો ભોગ બન્યું છે અને તે વિડંબના છે કે આતંકવાદનું વૈશ્વિક કેન્દ્ર પાકિસ્તાન આ ખતરા સામે લડવાનો દાવો કરીને પોતાની પીઠ થપથપાવે છે. આમ ભારતે પાકની ધોલાઈ કરી નાખી હતી.
મંગળવારે ‘બહુપક્ષીયતાનો અભ્યાસ, વૈશ્વિક શાસનમાં સુધારો’ વિષય પર કાઉન્સિલની ખુલ્લી ચર્ચામાં પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન મોહમ્મદ ઇશાક ડારે જમ્મુ અને કાશ્મીર વિશે ટિપ્પણી કર્યા બાદ ચીનની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં, સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ, રાજદૂત પર્વતાનેની હરીશે ભારતનું વલણ કડક શબ્દોમાં સ્પષ્ટ કર્યું હતું

પાકનો ખુલ્લો દંભ
હરીશે જણાવ્યું હતું કે, પાકિસ્તાન આતંકવાદનું વૈશ્વિક કેન્દ્ર છે, જે 20 થી વધુ યુએન-સૂચિબદ્ધ આતંકવાદી સંગઠનોને આશ્રય આપે છે અને સરહદ પારના આતંકવાદને સમર્થન પૂરું પાડે છે. તેથી જ્યારે પાકિસ્તાન આતંકવાદ સામેની લડાઈમાં મોખરે હોવા બદલ પોતાની પીઠ થપથપાવે છે ત્યારે તે ખૂબ જ વિડંબના છે. ભારત જૈશ-એ-મોહમ્મદ અને હરકત ઉલ મુજાહિદ્દીન જેવા આતંકવાદી સંગઠનો દ્વારા આ દેશ દ્વારા આચરવામાં આવતા આતંકવાદી કૃત્યોનો ભોગ બન્યું છે.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ‘અલ કાયદા પ્રતિબંધ સમિતિ’ હેઠળ પાકિસ્તાન સ્થિત અનેક આતંકવાદી સંગઠનો અને વ્યક્તિઓની યાદી બનાવવામાં આવી છે અને તેમની સંપત્તિઓ સ્થગિત કરવામાં આવી છે અને તેમની મુસાફરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.