૬૫ દિવસમાં ૧૩ ગ્રાઉન્ડ ઉપર રમાશે ૭૪ મેચ: ૨૫એ કોલકત્તામાં ફાઈનલ ટક્કર
ઈન્ડિયન પ્રિમીયર લીગ (આઈપીએલ)ની ૧૮મી સીઝનનો કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે. આ ટૂર્નામેન્ટનો પ્રારંભ ૨૨ માર્ચે થશે. આઈપીએલનો પ્રથમ મુકાબલો ઈડન ગાર્ડન-કોલકત્તામાં કોલકત્તા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વચ્ચે થશે. જ્યારે ૨૫ મેએ કોલકત્તાના ઈડન ગાર્ડન ઉપર જ ફાઈનલ મુકાબલો રમાશે. ફાઈનલ મેચ ઉપરાંત ક્વોલિફાયર-૨ પણ આ જ ગ્રાઉન્ડ પર રમાનાર હોવાની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે ક્વોલિફાયર-૧ અને એલિમિનેટર મેચ હૈદરાબાદમાં રમાશે. આ વખતે પણ ટૂર્નામેન્ટમાં ૧૦ ટીમ ભાગ લેશે. ૧૦ ટીમ વચ્ચે ૬૫ દિવસમાં ફાઈનલ સહિત ૭૪ મેચ દેશના અલગ-અલગ ૧૩ ગ્રાઉન્ડ ઉપર રમાશે. બપોરની મેચ બપોરે ૩:૩૦ તો સાંજની મેચ સાંજે ૭:૩૦ વાગ્યાથી શરૂ થશે.

