ઉનાળાના પ્રારંભે જ ધગારેા ! ભુજમાં 36.2 ડિગ્રી
રાજકેાટમાં 35.9 ડિગ્રી, કચ્છના નલિયામાં 11.8 ડિગ્રી લઘુતમ તાપમાન
રાજકેાટ : ઉનાળાની શરૂઆત સાથે જ સૂર્યદેવતા કાળઝાળ બન્યા હેાય તેમ રાજ્યના મેાટાભાગના શહેરેામાં મહત્તમ તાપમાનનેા પારેા 32 ડિગ્રીને વટાવી ગયેા છે, શુક્રવારે રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન ભુજમાં 36.2 ડિગ્રી અને રાજકેાટમાં 35.9 ડિગ્રી નોંધાયું હતું. સાથે જ અમદાવાદ, કંડલા, ગાંધીનગર, અને મહુવામાં પણ મહત્તમ તાપમાન 35 ડિગ્રીને વટાવી ગયું હતું.

રાજ્યના હવામાન વિભાગના સત્તાવાર આંકડા મુજબ રાજ્યના મેાટાભાગના સેન્ટરમાં લઘુતમ તાપમાનનેા પારેા 14 ડિગ્રીથી ઉપર રહ્યેા હતેા, એક માત્ર કચ્છના નલિયામાં લઘુતમ તાપમાન 11.8 ડિગ્રી રહ્યું હતું.બીજી તરફ ઉનાળાની સત્તાવાર શરૂઆત થઇ હેાય તેવા સંકેતેા સાથે રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર, ભુજ, મહુવા અને રાજકેાટમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રીથી વધુ રહ્યું હતું. જેમાં ભુજમાં સૌથી વધુ 36.2 ડિગ્રી, રાજકેાટમાં 35.9 ડિગ્રી, મહુવામાં અને કંડલા એરપેાર્ટ ખાતે 35.4 ડિગ્રી, અમદાવાદમાં 35.1, સુરત તેમજ ગાંધીનગરમાં 35 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 34.8 ડિગ્રી, વડેાદરામા 34.4 ડિગ્રી, કેશેાદમાં 34, પેારબંદરમાં 33.8, ડીસામાં 33.6 અને નલિયામાં 32.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.