ઋષભ પંતની જિંદગી બચાવનાર યુવાને પ્રેમિકા સાથે ઝેર ગટગટાવ્યું
ભારતના લોકપ્રિય ક્રિકેટર ઋષભ પંતને 2022 માં થયેલા અકસ્માત સમયે સળગતી ગાડીમાંથી બહાર કાઢી જિંદગી બચાવનાર 25 વર્ષના રજત કુમાર નામના યુવાને તેની પ્રેમિકા સાથે ઝેર પી લીધું હતું. આ ઘટનામાં યુવતીનું મોત થયું હતું જ્યારે રજતની હાલત ગંભીર માનવામાં આવે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ઉત્તર પ્રદેશના મુસાફર નગર જિલ્લાના બુચા બસ્તી ગામે આ ઘટના બની હતી.
રજત કુમાર અને 21 વર્ષની મનું કશ્યપ નામની
યુવતી એકબીજાના પ્રેમમાં ગળાડૂબ હતા. જોકે બંનેની જ્ઞાતિઓ અલગ હોવાથી તેમના પરિવારજનોએ એ સંબંધનો વિરોધ કરી અને સ્વજ્ઞાતિનાઅન્ય પાત્રો સાથે
સંબંધ નક્કી કરી નાખ્યા હતા. સમાજ તેમને એક નહીં થવા દે તેવું લાગતાં બન્નેએ સજોડે વિષપાન કરી લીધું હતું.જો કે મનુ કશ્યપની માતાએ તેની પુત્રીનું અપહરણ કરી રજત કુમારે ઝેર પીવડાવી દીધું હોવાનો આક્ષેપ કર્યો હતો. નોંધનીય છે કે વર્ષ 2022 માં ઋષભ પંતને
અકસ્માત થતાં તેની કાર સળગી ઊઠી હતી. એ સમયે બાજુની ફેક્ટરીમાં કામ કરતા રજત કુમાર તથા અન્ય એક યુવાને પંતને બહાર કાઢી તાબડતોબ હોસ્પિટલે ખસેડવાની વ્યવસ્થા કરતા પંતની જિંદગી બચી ગઈ હતી. એ ઘટનાને કારણે રજત કુમારને રાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત થઈ હતી. પંતે આભારની લાગણી વ્યક્ત કરવા તેને સ્કૂટર ભેટ આપ્યું હતું.