આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકો કોઈ પણ લક્ષ્યને પૂર્ણ કરી શકશે,ધનલાભ થવાની શક્યતા ; દિવસ શુભ રહેશે
date : 10-02-2025
આજની રાશી મિથુન : 11.46am કર્ક
મેષ (અ,લ,ઇ)
આજે કોઈ નવા કાર્યની શરૂઆત કરી શકો છો.ચિંતાઓ માંથી રાહત મળશે.દિવસ શુભ રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
કામના સ્થળે બોજ વધું રહી શકે છે.સ્વભાવ થોડો ગુસ્સાવાળો રહી શકે છે.દિવસ સામાન્ય રહેશે.
મીથુન (ક,છ,ઘ)
કામના સ્થળે કોઈપણ લક્ષ્યને પુર્ણ કરી શકો છો.ધનલાભ થવાની શક્યતા રહેશે.દિવસ શુભ રહેશે.
કર્ક (ડ,હ)
કામને પુર્ણ કરવામાં અડચણો આવી શકે છે.પારિવારિક બાબતો હેરાન કરી શકે છે.દિવસ સામાન્ય રહેશે.
સિંહ (મ,ટ)
વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં સુધારો આવી શકે છે.ધનનું રોકાણ કરી શકો છો.દિવસ ખુબજ સારો રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
મનોરંજનની પ્રવૃતિઓમાં સમય વધું પસાર કરી શકો છો.મહેમાનોનું આગમન થઇ શકે છે.દિવસ આનંદમય રહેશે.
તુલા (ર,ત)
બધાજ કામોને સમયની પહેલાજ પુર્ણ કરી શકો છો.મિત્રો સાથે પાર્ટીમાં જઈ શકો છો.દિવસ શુભ રહેશે.
વૃશ્ચિક (ન,ય)
વાત-ચીત કરવામાં ગેરસમજ થઇ શકે છે.આવક કરતા ખર્ચ વધું થઇ શકે છે.દિવસ સામાન્ય રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
આજે કાર્યક્ષમતામાં વધારો થશે.અટકયેલા નાણાં પરત મળી શકે છે.સ્વાસ્થ્ય સારુ રહેશે.
મકર ( ખ,જ)
વ્યવસાયમાં કેટલાક ઉતાર-ચઢાવ આવી શકે છે.બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે.સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
કુંભ (ગ,સ,શ,ષ)
આજે નકારાત્મક વિચારો દુર થશે.અધૂરા કામોને પુર્ણ કરી શકો છો.દિવસ શુભ રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
આજે વિચાર્યા વિના કોઈ મહત્વના નિર્ણયો ન લેવા જોઈએ.નાણાંની લેવડ-દેવડ કરવામાં કાળજી રખાવી.દિવસ સામાન્ય રહેશે.