Delhi Election Results : વડાપ્રધાન મોદીએ દિલ્હીના મતદારોનો આભાર માન્યો, કહ્યું-વિકાસ જીત્યો, સુશાસન જીત્યુ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના પરિણામ બાદ મતદારોનો આભાર માન્યો છે. તેમણે એક્સ પ્લેટફોર્મ ઉપર કહ્યુ છે કે, જનશક્તિ સર્વોપરિ ! વિકાસ જીત્યો, સુશાસન જીત્યુ.તેમણે કહ્યુ છે કે, દિલ્હીના તમામ ભાઈ-બહેનોને ભાજપને ઐતિહાસિક જીત અપાવવા બદલ મારા વંદન અને અભિનંદન.તમે જે ભરપુર આશીર્વાદ અને સ્નેહ આપ્યોચે તેના માટે આપ સૌનો હ્રદયથી ખુબ ખુબ આભાર માનુ છુ.વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સાંજે દિલ્હીના ભાજપના મુખ્ય મથકે ગયા હતા અને કાર્યકરોનું અભિવાદન ઝીલ્યુ હતુ અને સંબોધન કરીને તેમને અભિનંદન પણ આપ્યા હતા.
જનશક્તિ સર્વોપરી, વિકાસ અને સુશાસનની જીત : વડાપ્રધાન મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી પરિણામ વિશે ટ્વિટ કર્યું છે. પીએમ મોદીએ ટ્વિટમાં લખ્યું છે, જનશક્તિ સર્વોપરી છે. વિકાસની જીત થઇ, સુશાસનની જીત થઇ. હું ભાજપને મળેલા શાનદાર અને ઐતિહાસિક જનાદેશ માટે દિલ્હીના પોતાના પ્યારા ભાઇઓ અને બહેનોને વંદન કરું છું. તે મારી ગેરંટી છે કે અમે દિલ્હીના વિકાસ, લોકોના જીવનની સમગ્ર ગુણવત્તામાં સુધારો લાવવા અને તેની ખાતરી કરવામાં કોઇ કચાશ રાખશે નહીં કે વિકસીત ભારતના નિર્માણમાં દિલ્હીની મુખ્ય ભૂમિકા હોય.
અમે જનતાના નિર્ણયનો સ્વીકાર કરીયે છીએ: અરવિંદ કેજરીવાલ
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં નવી દિલ્હી બેઠક પર આપ પાર્ટીના ઉમેદવાર અરવિંદ કેજરીવાલની ભાજપના પ્રવેશ શર્મા સામે હાર થઇ છે. દિલ્હી ચૂંટણી પરિણામ વિશે અરવિંદ કેજરીવાલે કહ્યું કે, અમે જનતાના નિર્ણયનો સ્વીકાર કરીયે છીએ. હું ભાજપને આ જીત માટે અભિનંદન આપુ છું. મને અપેક્ષા છે કે, તેઓ એ અપેક્ષાઓ પર ખરા ઉતરશે, જેની સામે લોકોએ તેમને બહુમતી આપી છે.