બે વર્ષ સુધી દસ્તાવેજ-ભાડાકરાર ન કરાવનાર ૪૫ આવાસની ફાળવણી રદ્દ
કાલાવડ રોડ પર સરિતા વિહાર સોસાયટી પાસે રૂડા' દ્વારા ૧૮ લાખની કિંમતના આવાસનો કરાયો'તો ડ્રો
ત્રણ-ત્રણ નોટિસ આપી છતાં કોઈ જ કાર્યવાહી નહીં કરાતાં આખરે તંત્રનો નિર્ણય

મહાપાલિકા અને રૂડા દ્વારા જરૂરિયાતમંદોને ઘરનું ઘર મળી રહે તે માટે રાજ્ય-કેન્દ્ર સરકારના સહયોગથી અલગ-અલગ વિસ્તારમાં આવાસ યોજનાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આવી જ એક આવાસ યોજના કાલાવડ રોડ પર સરિતા વિહાર સોસાયટીની બાજુમાં
રૂડા’ દ્વારા બનાવવામાં આવી હતી જેમાં એક ફ્લેટની કિંમત ૧૮ લાખ રૂપિયા હતી. આ આવાસ યોજનાનો ડ્રો બે વર્ષ પહેલાં કરવામાં આવ્યો હતો તેમાં ૪૫ આવાસધારક એવા હતા જેમને ક્વાર્ટર લાગ્યું હોવા છતાં દસ્તાવેજ કે ભાડાકરાર કરવાનું નામ લઈ રહ્યા ન હોય આખરે તંત્ર દ્વારા ૪૫ આવાસ રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ આવાસ યોજનામાં ત્રણ રૂમ, હોલ, કિચન સહિતની સુવિધા આપવામાં આવી હતી. દસ્તાવેજ-ભાડાકરાર બાબતે ત્રણ-ત્રણ વખત નોટિસ પણ ફટકારાઈ હતી જતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન હોવાથી હવે આવાસ રદ્દ કરી અન્ય લોકોને તેની ફાળવણી ડ્રો મારફતે અથવા તો વેઈટિંગમાં રહેલા લોકોને કરવામાં આવશે.
કયા આવાસની ફાળવણી રદ્દ કરાઈ
એ-૧૦૫, એ-૧૨૦૨, બી-૩૦૨, બી-૪૦૪, બી-૫૦૩, બી-૬૦૧, બી-૭૦૨, બી-૮૦૧, બી-૮૦૨, બી-૯૦૬, બી-૧૦૦૪, બી-૧૨૦૩, બી-૧૨૦૪, સી-૯૦૧, સી-૧૧૦૨, સી-૧૧૦૬, સી-૧૪૦૩, ડી-૨૦૩, ડી-૬૦૧, ડી-૮૦૩, ડી-૧૦૦૫, ડી-૧૧૦૫, ડી-૧૩૦૪, ઈ-૫૦૫, ઈ-૮૦૧, એફ-૪૦૨, એફ-૫૦૬, એફ-૬૦૫, એફ-૯૦૨, એફ-૧૧૦૪, એફ-૧૨૦૨, એફ-૧૨૦૫, એફ-૧૪૦૩, જી-૧૦૨, જી-૪૦૪, જી-૫૦૫, જી-૬૦૩, જી-૧૦૦૧, જી-૧૪૦૨, જી-૧૪૦૪, એચ-૧૦૬, એસ-૯૦૨, એચ-૧૦૦૪, આઈ-૬૦૧ અને આઈ-૧૨૦૪