ભારતીય નાગરિકો સાથે અમાનવીય વર્તન : હાથકડી, પગમાં સાંકળ, ચાલીસ કલાકની નર્કથી પણ બદતર યાત્રા
ભારતીય નાગરિકો સાથે અમાનવીય વર્તન
અમેરિકાએ લશ્કરી વિમાનમાં બેસાડીને પરત મોકલી દીધેલા ભારતીયોએ તેમની આપવીતી વર્ણવી હતી. આ તમામ નાગરિકો સાથે રીઢા ગુનેગાર જેવું વર્તન કરવામાં આવ્યું હતું. બધાને હાથકડી પહેરાવવામાં આવી હતી. પગ પણ સાંકળ થી બાંધી દીધા હતા. પરત ફરેલા લોકોએ અમેરિકાથી અમૃતસર સુધીની 40 કલાકની યાત્રાને નરક થી પણ બદતર ગણાવી હતી.

પંજાબના હોશિયારપુર જિલ્લાના તાહલી ગામના
હરમિન્દ્ર સિંઘે કહ્યું કે 40 – 40 કલાક સુધી અમારા હાથ હાથકડીમાં કેદ હતા. પગ સાંકળથી બાંધી દેવાયા હતા. અમે એક ઈંચ પણ ખસી શકતા નહોતા. એક તરફ અમે બધો ગુમાવી ચૂક્યા હતા. અમેરિકામાં સ્થાયી થવાનું સ્વપ્નચકનાચૂર થઈ ગયું હતું અને ઉપરથી અમારી સાથે આ હદે અપમાનજનક અને અમાનવીય વ્યવહાર કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે કમસેકમ જમતી વખતે હાથ કડી છોડવા માટે અમે વિનંતી કરી હતી પરંતુ તેનો પણ સ્વીકાર ન થયો. અમારે હાકડી બાંધેલા હાથે જ જમવું પડ્યું. તેમણે કહ્યું કે અમારે ટોયલેટ પણ હાથકડી અને સાંકળ બાંધેલી હાલતમાં ઢસડાતા ઢસડાતા જવું પડતું હતું.

એક પોલીસ ટોયલેટનો દરવાજો ખોલી દેતો. બધા ઉતારુઓ અત્યંત શોભજનક સ્થિતિમાં હતા. નોંધનીય છે કે આ વિમાનમાં 19 મહિલાઓ, 13 સગીર, ચાર વર્ષનો બાળક તથા પાંચ અને સાત વર્ષની બે બાળકીઓ પણ હતી. હરદોરા ગામના જશપાલ સિંહ નામની વ્યક્તિએ પણ કહ્યું કે 40 કલાકનું હાથકડી અને પગમાં સાંકળ નું બંધન ખૂબ પીડાદાયક અને આઘાતજનક હતું. તેમણે કહ્યું કે થોડીવાર માટે બંધન મુક્ત કરવાની અમારી એક પણ વિનંતી કોઈએ કાઈને ન ધરી. અમે નર્કનો સાક્ષાત્કાર કર્યો.

જમીન વેચી, વ્યાજે પૈસા લીધા બધું જ લૂંટાઈ ગયું, એક સ્થળેથી બીજા સ્થળે અથડાતા રહ્યા
અમેરિકામાં સ્થાયી થઈ અને સુખ ભર્યું જીવન વિતાવવાના સ્વપ્ન સાથે ગયેલા અને પછી ભારત પરત ધકેલી દેવાયેલી એક એક વ્યક્તિની આપવીતી હૈયા કંપાવી દે તેવી છે. હરમિંદર સિંઘ દૂધ વેચીને ગુજરાન ચલાવતો હતો. બે છેડા ભેગા થતાં ન હતા. એ દરમિયાન એક દૂરના સંબંધીએ તેને કાયદેસર રીતે અમેરિકા પહોંચાડવાની લાલચ આપી. હરમીનદરે
ખેતીની એક એકર જમીન વેચી દીધી. ખાનગી સાહુકારો પાસેથી ઊંચા વ્યાજે કરજ મેળવ્યું. ક્ટકે કટકે એજન્ટે 42 લાખ રૂપિયા પડાવ્યા. તેને દિલ્હીથી કતાર અને ત્યાંથી બ્રાઝિલ લઈ જવાયો. બ્રાઝિલથી વિમાનમાં બેસાડવાનો વાયદો હતો પરંતુ ટેક્સીમાં કોલંબિયા લઈ ગયા. બાદમાં ડંકી રુટ શરૂ થયો. પર્વતીય રસ્તાઓ પર 40 – 50 કિલોમીટર ચાલ્યા બાદ
બોટમાં મેક્સિકો લઈ જવાયા. એ દરમિયાન એક વ્યક્તિનું ડૂબી જતા મૃત્યુ થયું. એક માણસ જંગલમાં મરી ગયો.
40 45 કલાક સુધી ચાલ્યા,ઘાયલ લોકોને મરી જવા માટે છોડી દેવાતા
પંજાબના ધારપર ગામના સુખપાલસિંહ કે કહ્યું કે
15 કલાકની અત્યંત વિકટ દરિયાઈ મુસાફરી કર્યા બાદ
40 થી 45 કલાક સુધી અમારે ચાલવું પડ્યું હતું. અનેક લોકો ભૂખ તરસ અને થાકને કારણે પડી જતા હતા.
ઘાયલ લોકોને મરવા માટે છોડી દેવામાં આવતા હતા.
તેમણે ઘણા મૃતદેહો જોયા હતા. બાદમાં તેમને અને અન્ય લોકોને 14 દિવસ સુધી ડાર્ક સેલમાં રાખવામાં આવ્યા હતા. ત્યાં હજારોની સંખ્યામાં પંજાબી યુવાનો પરિવારો અને બાળકો હોવાનું તેમણે જણાવ્યું હતું.
“બધું ગુમાવી ચૂક્યા છીએ, હવે જીવવાની હિંમત પણ નથી રહી”
હારદોરા ગામના જશપાલ સિંઘે ઉધાર ઉછીના કરી અને એજન્ટને 30 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. અમેરિકા લઈ જવાને બદલે તેને છ મહિના સુધી બ્રાઝિલમાં રાખવામાં આવ્યો હતો. બાદમાં 25 જાન્યુઆરીના રોજ
યુએસ બોર્ડર પેટ્રોલ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. પરત ફરેલી એક વ્યક્તિએ કહ્યું કે અમે સતર ડુંગરમાળા ચડીને ગાઢ જંગલ વચ્ચેથી પસાર થઈ
મેક્સિકો બોર્ડર પર પહોંચ્યા હતા. અનેક લોકોના વસ્ત્રો તથા રોકડ રકમ ચોરાઈ ગયા હતા. અન્ય એક વ્યક્તિએ કહ્યું કે અમે બધું ગુમાવી ચૂક્યા છીએ, જીવવાની હિંમત પણ નથી રહી
અમેરિકન એજન્સી એ વિડીયો જારી કર્યો
અમેરિકાની બોર્ડર પેટ્રોલના વડા માઈકલ ડબલ્યુ બેન્કે
ભારતીય નાગરિકોને દેશ નિકાલ કરાઈ રહ્યા હોવાનો વિડીયો જારી કર્યો હતો.X ઉપર શેર કરવામાં આવેલ એ વીડિયોમાં હાથકડી અને પગમાં સાંકળ બાંધેલા
લોકો નજરે પડે છે. તેમણે X પર લખ્યું ,” ઇલિગલ એલિયન્સ ઇન્ડિયનને દેશ નિકાલ કરી દેવાયા છે.
ગેરકાયદે વસાહતીઓ સામેની અમારી લડાઈ સફળતાપૂર્વક ચાલુ છે”.