અભિનેતા શત્રુઘ્ન સિંહાએ શું કરી માંગણી ? કેન્દ્રના કયા ફેસલાને ટેકો આપ્યો ? જુઓ
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ શત્રુઘ્ન સિંહાએ સમાન નાગરિક સંહિતાની પ્રશંસા કરી છે એટલું જ નહીં તેમણે માંગ કરતાં કહ્યું હતું કે દેશભરમાં નોનવેજ ખોરાક પર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ. દેશભરમાં માત્ર બીફ જ નહીં પરંતુ સામાન્ય રીતે તમામ પ્રકારના નોનવેજ ખોરાક પર બૅન મૂકવામાં આવે તે જરૂરી છે .
સિંહાએ કહ્યું, “પ્રથમ નજરે ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતાનો અમલ પ્રશંસનીય છે. દેશમાં સમાન નાગરિક સંહિતા લાગુ થવી જોઈએ અને મને ખાતરી છે કે બધા મારી સાથે સહમત થશે, પરંતુ તેમાં ઘણી ખામીઓ છે.”
ટીએમસી સાંસદે કહ્યું કે , “સમસ્યા એ છે કે જે નિયમો ઉત્તર ભારતમાં લાગુ કરી શકાય છે તે ઉત્તર-પૂર્વના રાજ્યોમાં લાગુ કરી શકાતા નથી. યુસીસીની જોગવાઈઓનો મુસદ્દો તૈયાર કરતા પહેલા સર્વપક્ષીય બેઠક યોજવી જોઈએ.”
ઉત્તરાખંડમાં ભાજપ સરકાર દ્વારા સમાન નાગરિક સંહિતા લાગુ કર્યા પછી, ગુજરાતમાં ભાજપ સરકારે પણ તેના ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચન મુજબ તેનો અમલ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. અભિનેતાએ એમ કહ્યું છે કે લોકોના આરોગ્યની જાળવણી માટે પણ નોનવેજ ખોરાક પર પ્રતિબંધ અનિવાર્ય છે.