4 ફેબ્રુઆરી એટલે કેન્સર દિવસ,કેન્સર માટે જાગૃતિ ફેલાવવા કુંડારીયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશન દ્વારા નાટક સહિતના કાર્યક્રમો થકી લોકોને કઈ રીતે કેન્સરથી દૂર રહી શકાય તે માટે મેસેજ આપ્યો હતો.વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે કુંડારિયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશન – ડિવિઝન ઓફ રાજકોટ કેન્સર સોસાયટી દ્વારા ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્મસી, સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનાં સહયોગથી રેસકૉર્સ ખાતે કેન્સર જાગૃતિ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતુ.
આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનાં વિદ્યાર્થીઓએ નાટક દ્વારા લોકોને વ્યસનથી દુર રહેવા અપીલ કરી હતી.
જ્યારે કુંડારીયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશન – ડિવિઝન ઓફ રાજકોટ કેન્સર સોસાયટી દ્વારા એચ.પી. વી. વાયરસની રસી અપાવી કેન્સરથી બચવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ દ્વારા બધાનું હિમોગ્લોબીન, બીપી, સુગર ની તપાસ વિનામુલ્યે કરી આપવામાં આવી હતી.