ડોલર સામે રૂપિયાની હાલત અંગે શું થઈ ચિંતાજનક આગાહી ? વાંચો
અમેરિકન પ્રમુખે પોતાનો ‘ટ્રમ્પ કાર્ડ’ ચલાવ્યો છે. મેક્સિકો અને કેનેડા પર 25% અને ચીન પર 10% ટેરિફ લગાવીને તેમણે એક નવું યુદ્ધ શરૂ કરી દીધુ છે. આ ટ્રેડ વોરની વ્યાપક અસર ભારતના અર્થતંત્ર અને તેની કરન્સી પર પણ જોવા મળી રહી છે. રૂપિયાની પછડાટ અભૂતપૂર્વ બની છે અને એવી આગાહી થઈ રહી છે કે પછડાટ ૯૦ના દસકાના સૌથી નિચા લેવલ પર જઈ શકે છે. ડોલરની ડણક સામે રૂપિયાનું મ્યાઉ ભારે ચિંતાજનક છે .
જાણકારોની વાત પર વિશ્વાસ કરવામાં આવે તો આગળઆ ૬ થી ૮ સપ્તાહ સુધી રૂપિયો વધો નીચે આવી શકે છે અને ચીંથરેહાલ થઈ શકે છે . દેશના મોટા ગણાતા લેન્ડર દ્વારા નામ નહીં આપવાની શરતે આ ચિંતાજનક વાત કહેવામાં આવી છે .
ઓક્ટોબરથી જ મોટો કડાકો
સોમવારે બજાર ખુલ્યું ત્યારે કરન્સી મર્કેટમાં રૂપિયો 60 પૈસાથી વધુ ઘટીને 87 ના સ્તરને પાર કરી ગયો. ટ્રમ્પના સત્તામાં આવ્યા બાદ રૂપિયામાં આટલો મોટો ઘટાડો એ કોઈ નવી વાત નથી. જો આપણે આંકડા પર નજર કરીએ તો ઓક્ટોબરની શરૂઆતથી અત્યાર સુધીમાં ડોલર સામે રૂપિયામાં 4%નો ઘટાડો જોવા મળી ચૂક્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે આગામી બે મહિનામાં રૂપિયામાં વધુ ઘટાડો જોવા મળી શકે છે અને આંકડો 90ના સ્તરને પાર કરી શકે છે.
એશિયન કરન્સી ધડામ
હવે સૌથી મોટો સવાલ એ છે કે ટ્રમ્પના ટેરિફનો ડર ભારતની કરન્સીમાં કેમ જોવા મળી રહ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે ચીન પર ટેરિફ લગાવવામાં આવ્યા બાદ સમગ્ર એશિયન કરન્સીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમાંથી રૂપિયો પણ બાકાત નથી રહ્યો. બીજી તરફ ટ્રમ્પ પહેલાથી જ બ્રિક્સ દેશોને ચેતવણી આપી ચૂક્યા છે કે, જો બ્રિક્સ દેશો નવી કરન્સી પર વિચાર કરશે, તો તેમણે પણ મોટા ટેરિફ હુમલા માટે તૈયાર રહેવું પડશે.