દિલ્હી અંગે વિદેશમંત્રી જયશંકરે શું કહ્યું ? કોની કરી ટીકા ? વાંચો
દિલ્હી વિધાનસભા ચૂંટણીને ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. ત્યારે હવે ચૂંટણી પહેલા વિદેશ મંત્રી એસ. જયશંકરે આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, ‘મને વિદેશમાં એ સ્વીકારતા શરમ આવે છે કે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં લોકોની મૂળભૂત સુવિધાઓનો અભાવ છે.’
આમ આદમી પાર્ટી પર સ્વચ્છ પાણી, વીજળી, આરોગ્ય સેવા, આવાસ અને અન્ય જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે, શહેરને ખૂબ પાછળ છોડી દેવામાં આવ્યું છે.
કેન્દ્રીય મંત્રીએ નાગરિકોને આગામી ચૂંટણીમાં સત્તા પરિવર્તન માટે મતદાન કરવા વિનંતી કરી છે. દિલ્હીમાં દક્ષિણ ભારતીય સમુદાય સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે, ‘જ્યારે પણ હું વિદેશ જાઉં છું, ત્યારે હું દુનિયાથી એક વાત છુપાવું છું. મને વિદેશમાં જઈને એ કહેતા શરમ આવે છે કે રાષ્ટ્રીય રાજધાનીમાં રહેતા લોકોને ઘર નથી મળતા, સિલિન્ડર નથી મળતા, તેમને જળ જીવન મિશન હેઠળ પાઈપ દ્વારા પાણી નથી મળતું અને તેમને આયુષ્માન ભારતના લાભ નથી મળતા.’
જયશંકરે આગળ કહ્યું કે, ‘આ દુર્ભાગ્યપૂર્ણ છે કે છેલ્લા 10 વર્ષમાં દિલ્હીને પાછળ છોડી દેવામાં આવ્યું. દિલ્હીના લોકોને પાણી, વીજળી, ગેસ સિલિન્ડર અને આરોગ્ય સેવાના તેમના અધિકારો આપવામાં આવ્યા નથી. હવે ભાજપની જ સરકાર બનશે.