ઓછી આવકવાળા 1 કરોડ લોકો માટે ખુશખબર : સરકાર તરફથી મળશે ઓળખ પત્ર, ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરાશે
નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે કેન્દ્રીય બજેટ 2025-26 રજૂ કર્યું હતું. આ બજેટમાં દરેક વર્ગ માટે કંઈક ને કંઈક જાહેરાત કરવામાં આવી છે.નિર્મલા સીતારમણે જાહેરાત કરી છે કે મોદી સરકાર એક કરોડ ગિગ વર્કર્સને ઓળખ કાર્ડ આપશે અને તેમને ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરાવશે.
કેન્દ્રીય બજેટ 2025-26 રજૂ કરતા સીતારમણે જણાવ્યું હતું કે આ યોજના શહેરી કામદારોના સામાજિક-આર્થિક ઉત્થાનના ઉદ્દેશ્ય સાથે લાગુ કરવામાં આવશે. મોદી સરકારના આ નિર્ણયથી અસંગઠિત ક્ષેત્રના કામદારો, એમેઝોન, ફ્લિપકાર્ટ, ઝોમેટો, સ્વિગી જેવી ઈ-કોમર્સ કંપનીઓમાં પાર્ટ-ટાઇમ નોકરી કરતા ડિલિવરી બોય અને ઓલા-ઉબેરના ડ્રાઇવરોને ઘણો ફાયદો થશે.
શ્રમ મંત્રાલય આગામી દિવસોમાં 10 કરોડ લોકોની નોંધણી કરશે. ખાસ કરીને ઓલા, ઉબેર, એમેઝોન, ફ્લિપકાર્ટ અથવા ઝોમેટો જેવી કંપનીઓમાં પાર્ટ ટાઇમ નોકરી કરતા લોકોને આનો સીધો લાભ મળશે.