સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ માટે કહ્યુ, ‘પુઅર લેડી… છેલ્લે થાકીગયા હતા…: રાહુલ ગાંધીએ કહ્યું ભાષણ બોરિંગ હતુ
રાષ્ટ્રપતિના ભાષણ ઉપર રાજકીય ગરમાવો : ભાજપના નેતાઓએ કરી ટીકા : માફીની માંગણી
સંસદમાં રાષ્ટ્રપતિના ભાષણ અંગે કોંગ્રેસ નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ કરેલી ટિપ્પણી ઉપર રાજકારણ ગરમાયુ છે. રાષ્ટ્રપતિના સંબોધન પછી સોનિયા ગાંધીએ કહ્યું, “તે એક Poor Lady છે અને સંબોધન પછી થાકી ગઈ હતી.” વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિ મુર્મુના ભાષણને કંટાળાજનક ગણાવ્યું. હવે આ અંગે રાજકારણ ગરમાયું છે. ભાજપે કહ્યું કે સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિનું અપમાન કર્યું છે.

બજેટ સત્ર દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ અભિભાષણ આપ્યું હતું, જેમાં સરકારની કામગીરી વિશે વિગતવાર વાત કરી હતી. તેમનું ભાષણ ઘણું લાંબુ હતું અને તેમણે ઘણાં મુદ્દાઓ પર વિગતવાર વાત કરી. પરંતુ હવે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ જણાવ્યું હતુ કે, પુઅર લેડી એટલ કે બિચારી મહિલા, તે થાકી ગાય હતી. તેમાં માત્ર જુઠ્ઠાં વાયદાઓ કરવામાં આવ્યા હતા.’
આ અભિભાષણ પર રાહુલ ગાંધીએ પણ પ્રતિક્રિયા આપતાં કહ્યું કે ખરેખર બોરિંગ ભાષણ હતું. ત્યારબાદ તેમના જવાબમાં જ સોનિયા ગાંધીએ પુઅર લેડીવાળી ટિપ્પણી કરી હતી.
આ મામલે ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી એસ.પી.બઘેલે કહ્યું કે સોનિયા ગાંધીનું નિવેદન સર્વોચ્ચ પદે બિરાજિત એક આદિવાસી મહિલાનું અપમાન છે. રાષ્ટ્રપતિના અભિભાષણમાં વડાપ્રધાન મોદી તરફથી કરાયેલા કાર્યોનો હિસાબ-કિતાબ હતો. ગત બજેટ અને સરકારના પ્રોજેક્ટથી સમાજના દરેકને લાભ થયો છે. આ એક એવો હિસાબ-કિતાબ છે જે ખૂબ જ શાનદાર હતો.
કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીના નિવેદન પર ભાજપના સાંસદ સંબિત પાત્રાએ પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું, “ભાષણ અંગે સોનિયા ગાંધી દ્વારા આપવામાં આવેલું નિવેદન સાચું નથી. રાષ્ટ્રપતિએ હિંમતભેર પોતાના વિચારો રજૂ કર્યા છે. સોનિયા ગાંધીએ તેમની ટિપ્પણી બદલ માફી માંગવી જોઈએ.” રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા, ભાજપના સાંસદે કહ્યું કે તેઓ વારંવાર પોતાને લોન્ચ નથી કરી શકતા.