છત્તીસગઢમાં નક્સલવાદીઓએ શું કર્યું ? શું થઈ રહ્યો છે ફેરફાર ? વાંચો
છત્તીસગઢના નારાયણપુરમાં કુતુલ એરિયા કમિટીના 29 નક્સલીઓએ ગુરુવારે નારાયણપુર એસપી સામે આત્મસમર્પણ કરી દીધું હતું. આત્મસમર્પણ કરનાર નક્સલીઓમાં 22 પુરુષ અને 7 મહિલાઓ સામેલ છે.
નારાયણપુર જિલ્લાના પોલીસ અધિક્ષકે જણાવ્યું કે નક્સલીઓ દ્વારા સરેન્ડરનું સૌથી મોટું કારણ જિલ્લામાં ચલાવવામાં આવી રહેલા વિકાસ કાર્ય છે. આ વિસ્તારના નક્સલીઓને વિસ્તારમાં ઝડપથી બની રહેલા રસ્તા તથા ગામ સુધી પહોંચતી વિભિન્ન સુવિધાઓએ પ્રભાવિત કર્યા છે. જેના કારણે તેમનો નક્સલી સંગઠનના વિચારોથી મોહભંગ થઈ રહ્યો છે.
આત્મસમર્પણ કરનાર તમામ માઓવાદીઓને 25,000 રૂપિયાનો ઈનામ ચેક આપવામાં આવ્યો અને આત્મસમર્પણ કરનાર નક્સલી પુનર્વાસ નીતિ હેઠળ ઉપલબ્ધ તમામ લાભ આપવામાં આવશે. 2024 બાદથી નારાયણપુરમાં વિભિન્ન રેન્કોના 71થી વધુ માઓવાદી કેડરોએ આત્મસમર્પણ કર્યું છે, 60થી વધુ માઓવાદી માર્યા ગયા છે અને 50 માઓવાદીઓની ધરપકડ કરવામાં આવી છે, જેનાથી માઓવાદી સંગઠન કમજોર થઈ ગયુ છે. અબૂઝમાડ વિસ્તારમાં વિકાસ, સુરક્ષા અને શાંતિનું સ્વપ્ન ઝડપથી સાકાર થશે.
એસપીએ એ વાત પર જોર આપ્યું કે ઘર, રોજગાર અને સુરક્ષા આપનાર સરકારની પુનર્વાસ નીતિએ આ વ્યક્તિઓને આત્મસમર્પણ માટે આકર્ષિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે.