ટમેટા સસ્તા થયા તો ડુંગળી મોંઘી થવા લાગી
ગૃહુણીઓની મોંઘવારીની મૂંઝવણ યથાવત
રાજકોટ
રાજકોટ યાર્ડમાં પરપ્રાંતમાંથી ટમેટા ની આવકમાં ઉતરોતર વધારો થવા લાગતાની સાથે એક તબક્કે 1 કિલોના રેકોર્ડ રૂ.200 સુધી આસમાને પહોંચેલા ભાવ ઘટીને 90ના કિલો થતા ગૃહિણીએ રાહત તો થઈ છે પરંતુ ડુંગળીના ભાવ માં વધારો થવા લાગતા હાલના દિવસોમાં રસોડાના બજેટમાં કોઈ રાહતના અણસાર દેખાતા નથી ગૃહિણીઓને હજી શાકભાજીની મોંઘવારીનો સામનો કરવો પડશે.
શાકભાજી યાર્ડના વેપારી સૂત્રોના કહેવા અનુસાર બેગ્લોર સહિત રાજ્યોમાં થી ટમેટા ની આવક વધવા લાગતા દિન પ્રતિદિન ભાવ ઘટવા લાગ્યા છે.એક તબક્કે યાર્ડમાં 20 કિલોનો 3 હજારની રેકોર્ડ સપાટી બનાવ્યા બાદ એક સપ્તાહ દરમિયાન ઘટીને 20 કિલોનો ભાવ ઘટીને 800 થી 1200 થયો છે તેની સામે ડુંગળી નો ભાવ ધીમી ગતિએ વધવા લાગતા 25 ની કિલો મળતી રિટલમાં 40 ને આંબી છે.
રાજકોટ યાર્ડ માં ૨૦ કિલો ટમેટાના ભાવ
તા - ૭/૮ - ૨૦૦૦/૩૦૦૦
તા - ૮/૮ - ૨૦૦૦/૨૪૦૦
તા - ૯/૮ - ૧૮૦૦/૨૨૦૦
તા - ૧૦/૦૮ - ૧૪૦૦/૨૦૦૦
તા - ૧૧/૦૮- ૮૦૦/૧૨૦૦
તા - ૧૨/૦૮ - ૧૦૦૦/૧૪૦૦
