Oscars 2025 : દિલ્હીમાં શુટ થયેલી હિન્દી ફિલ્મ ‘અનુજા’ની ઓસ્કારમાં એન્ટ્રી : પ્રિયંકા ચોપરાનો ફિલ્મ સાથે ગાઢ સબંધ
હિન્દી ભાષામાં બનેલી અમેરિકન ફિલ્મ ‘અનુજા’ને ઓસ્કાર ૨૦૨૫ માટે નોમિનેટ કરવામાં આવી છે. આ ફિલ્મના દિગ્દર્શક એડમ જે. ગ્રેવ્સ છે. ફિલ્મ અનુજાને લાઈવ એક્શન શોર્ટ ફિલ્મ શ્રેણીમાં સામેલ કરવામાં આવી છે. આ દરમિયાન, બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ આ ફિલ્મ અંગે નિવેદન આપ્યું છે. પ્રિયંકાનો પણ આ ફિલ્મ સાથે ઊંડો સંબંધ છે. સોશિયલ મીડિયા પર ઓસ્કાર નોમિનેશનમાં આ ફિલ્મનું નામ આવતાની સાથે જ ચારે બાજુ હોબાળો મચી ગયો. ચાહકો આ ફિલ્મ જોવા અને તેની વાર્તા જાણવા માટે ઉત્સાહિત થયા.
ફેમસ કેટેગરીઓનું નોમિનેશન લિસ્ટ
બેસ્ટ લાઇવ એક્શન શોર્ટ ફિલ્મ કેટેગરી
- અનુજા
- એ લીન
- આઈ એમ નોટ અ રોબોટ
- ધ લાસ્ટ રેન્જર
- ધ મેન હૂ કુડ મોટ રિમેન સાઈલેંટ
અગાઉ, બે ભારતીય ફિલ્મો – દિગ્દર્શક સંધ્યા સૂરીની ‘સંતોષ’ અને દિગ્દર્શક પાયલ કાપડિયાની ‘ઓલ વી ઇમેજિન એઝ લાઈટ’ ને ઓસ્કાર ૨૦૨૫ માં આંતરરાષ્ટ્રીય ફિલ્મ શ્રેણી માટે નોમિનેશન મળવાની અપેક્ષા હતી, પરંતુ એવું થયું નહીં. આ બંને ફિલ્મો નોમિનેશન મેળવવામાં નિષ્ફળ ગઈ. તે જ સમયે, જો આપણે પ્રિયંકા ચોપરાના ફિલ્મ અનુજા સાથેના જોડાણ વિશે વાત કરીએ, તો તમને જણાવી દઈએ કે પ્રિયંકા ફિલ્મ અનુજાની એક્ઝિક્યુટિવ નિર્માતા છે. પ્રિયંકા ચોપરાએ આ ફિલ્મ અંગે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી છે.

આ સિદ્ધિ પર ખુશી વ્યક્ત કરતા તેમણે લખ્યું, ‘ધાય! અનુજાને ઓસ્કાર ૨૦૨૫માં શ્રેષ્ઠ લાઈવ એક્શન શોર્ટ ફિલ્મ માટે નામાંકિત કરવામાં આવી છે. આ અદ્ભુત સન્માન માટે એકેડેમીનો આભાર. હા! પ્રેમ અને પરિવાર કેટલા મહત્વપૂર્ણ છે તે આટલી સુંદર રીતે કેદ કરવા બદલ એંડમ જે ગ્રેવ્સનો ખૂબ ખૂબ આભાર. હું મારી અભિનેત્રીઓ, સજદા પઠાણ અને અનન્યા શાનબાગની પ્રતિભાથી ખૂબ ખુશ છું. તેમણે પોતાના શક્તિશાળી અભિનય અને પાત્રોમાં ખૂબ ઊંડાણ અન પ્રામા- ણિકતા લાવી છે.

માર્ચમાં ઓસ્કર એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવશે
97મો ઓસ્કાર એવોર્ડ 2 માર્ચે યોજાશે. છેલ્લા કેટલાક વર્ષોની જેમ આ વખતે પણ લોસ એન્જલસમાં સમારોહનું આયોજન કરવામાં આવશે. ગયા વર્ષે Cillian Murphyની ફિલ્મ Oppenheimer એ બેસ્ટ ફિલ્મ એવોર્ડ સહિત 7 એવોર્ડ જીત્યા હતા. ઓસ્કર 2024 માટે કોઈ ભારતીય ફિલ્મ લાયક નહોતી.