ગાઝામાં બે દિવસમાં કેટલા મૃતદેહો નીકળી પડ્યા ? વાંચો
ઈઝરાયલ અને હમાસની વચ્ચે 15 મહિનાથી ચાલું યુદ્ધ ગત રવિવારે સીઝફાયર બાદ રોકાઈ ગયું. મહિનાઓ સુધી ચાલેલા યુદ્ધમાં સૌથી વધુ નુકસાન ગાઝાવાસીઓને વેઠવું પડ્યું. તેમના પરિવારજનો, સગાં-વ્હાલાં, ઘર, હોસ્પિટલ, સ્કુલ બધું જ ખતમ થઈ ગયું. ગાઝા સ્મશાનનો ઢગલો બની ચૂક્યું છે.બે દિવસમાં 200 મૃતદેહો કાઢવામાં આવી ચૂક્યા છે.
આ યુદ્ધમાં 47 હજાર ગાઝાવાસીઓને પોતાનો જીવ ગુમાવવો પડ્યો. ઈઝરાયલી સેના ગાઝામાં પોતાનો હુમલો ભલે રોકી ચૂકી છે પરંતુ બરબાદીના નિશાન હજુ પણ ગાઝાવાસીઓને રડાવી રહ્યાં છે. સ્ટેટ મીડિયાએ એક નિવેદનમાં કહ્યું કે ‘કાટમાળથી બે દિવસમાં 200 મૃતદેહો કાઢવામાં આવી ચૂક્યા છે.’ સંયુક્ત રાષ્ટ્રએ નુકસાનનું આકલન કરતાં કહ્યું કે ગાઝામાં તબાહીના નિશાન એટલા ઊંડા અને વધુ છે કે કાટમાળ હટાવવામાં ખરબોનો ખર્ચ આવશે અને 21 વર્ષ લાગી જશે.’
આ દરમિયાન હજુ પણ ઈઝરાયલની વેસ્ટ બેન્કના જેનિનમાં હમાસ વિરુદ્ધ ઓપરેશન ચાલુ છે. ઈઝરાયલ જેનિનને પોતાનો ભાગ જણાવે છે અને હમાસની હાજરીને ઘૂસણખોર. છેલ્લા બે દિવસમાં અહીં ઓપરેશનમાં 120 લોકોએ જીવ ગુમાવ્યા છે. એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે મૃતકોમાં કેટલા આતંકી અને કેટલા સામાન્ય નાગરિક હતા. બુધવારે 10 પેલેસ્ટિનિયનોએ જીવ ગુમાવ્યાં હતા.
હમાસ અને ઈઝરાયલની વચ્ચે રવિવારથી અસરકારક થયેલા યુદ્ધવિરામ બાદ નાગરિક સુરક્ષા એજન્સી અને તબીબી સ્ટાફે લગભગ 200 મૃતદેહ જપ્ત કર્યાં છે. ગાઝાના શિક્ષણ મંત્રાલય યુદ્ધમાં લગભગ 15000 સ્કુલના બાળકો અને શિક્ષણ ક્ષેત્રે કામ કરનાર 800 લોકો માર્યા ગયા. મંત્રાલય અનુસાર ઈઝરાયલી બોમ્બ બ્લાસ્ટથી ગાઝામાં 95 ટકા શૈક્ષણિક સંસ્થા નુકસાનગ્રસ્ત થઈ ગઈ તથા 85 ટકા બંધ થઈ ગઈ.