રાજસ્થાનના કોટામાં ફરી ક્યાંની સ્ટુડન્ટે કર્યો આપઘાત ? જુઓ
રાજસ્થાનના કોટામાં સ્ટુડન્ટની આત્મહત્યાના બનાવ વધી રહ્યા છે. બુધવારે ફરી આવી એક ઘટના બહાર આવી હતી. અમદાવાદની એક કન્યાએ આપઘાત કરી લીધો હતો. . તે કોટામાં રહીને નીટની તૈયારી કરતી હતી. જવાહરનગરમાં રહીને અભ્યાસ કરતી હતી. આપઘાતની જાણકારી મળતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસને કોઈ સ્યુસાઇડ નોટ મળી નથી.
કોટા શહેરના જવાહર નગર પોલીસ સ્ટેશનની હદમાં પીજીમાં રહેતી અફશા શેખએ તેના રૂમમાં જ ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવ્યું હતું. તે અમદાવાદની રહેવાશી હતી અને 6 મહિના અગાઉ નીટની તૈયારી કરવા કોટા પહોંચી હતી. જોકે તેણે આ પગલું કેમ ભર્યું તે અંગે હજુ સુધી કોઈ ખુલાસો થયો નથી. પોલીસે તેનો મૃતદેહ કબજે લઈને પરિજનોને જાણકારી આપી હતી.
કોટામાં ભવિષ્યને સુંદર બનાવવાના સપના સાથે આવતા વિદ્યાર્થીઓ પર માનસિક તણાવ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે. 2025ની શરૂઆતના 22 દિવસમાં જ આપઘાતની આ પાંચમી ઘટના છે. જેને લઈને હવે તંત્રની ચિંતા વધી ગઇ છે.
વિદ્યાર્થીઓના આપઘાત પાછળ માનસિક તણાવનું કારણ સામે આવી રહ્યું છે. જ્યારે જે રૂમમાં વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો છે તેમાં પંખા પર હેંગિંગ ડિવાઈસ પણ લગાવેલું નથી. આમ સ્ટુડન્ટ દ્વારા આપઘાતની સંખ્યા વધી જતાં વાલીઓમાં પણ ભારે ચિંતા ફેલાઈ છે.