અમરેલી લેટર કાંડમાં યુવતી પર પોલીસે ગુજારેલા દમન અંગે હ્યુમન રાઇટ્સ કમિશનમાં ફરિયાદ !
અમરેલી લેટર કાંડ કેસમાં પોલીસે યુવતી પર આચરેલા દમન અંગે હ્યુમન રાઇટ્સ કમિશનમાં હાઇકોર્ટના એડવોકેટ બ્રિજ શેઠે ફરિયાદ નોંધાવી છે.
વિગતો મુજબ, અમરેલી શહેર પોલીસ સ્ટેશનમાં ભાજપ અગ્રણીના લેટરપેડ નો તેમજ સહી અને સિક્કાનો દુરુપયોગ કરવામાં આવે તેવી વિગતના આધારે એફ.આઇ.આર. નોંધાવવામાં આવી હતી. જેની તપાસ દરમિયાન પોલીસે કેટલાક આરોપીઓની ધરપકડ કર્યા આ કેસમાં એક યુવતીનું નામ આવતા પોલીસે મોડી રાત્રીના ઘરે જઈને તેણીની ધરપકડ કરી હોય જે બાદ બનાવના રીકન્સ્ટ્રક્શનના બહાને મહિલા આરોપી સહિત તમામનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. ત્યારે જવાબદાર પોલીસ અધિકારીઓએ સુપ્રીમ કોર્ટે અને હ્યુમન રાઇટ્સ કમિશનની ગાઇડલાઈનની વિરૂદ્ધ જઈ કાર્યવાહી કરી હતી.
એડવોકેટ દ્વારા કરવામાં આવેલી ફરિયાદમાં ભોગ બનનાર યુવતીએ વેઠેલી તકલીફો અને પોલીસ તંત્ર જવાબદાર અધિકારીઓ દ્વારા કરવામાં ગેરકાયદેસર અને અપમાન જનક વર્તનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે યુવતીને ન્યાય મળી રહે તે બાબતે કરેલી ફરિયાદ હ્યુમન રાઇટ્સ કમિશન દ્વારા સ્વીકારી રજીસ્ટર કરવામાં આવી છે. જેથી હવે આ ઘટનામાં અમરેલી પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઉપર પણ કાર્યવાહી થવાની શક્યતા સેવાઈ રહી છે.