કોલ્ડપ્લે: મુંબઈ અને અમદાવાદની ફ્લાઈટ-હોટેલોનાં ભાડાં હોટ..!!
યુવાવર્ગને ઘેલું લગાડનાર કોલ્ડપ્લે કોન્સર્ટના કારણે અમદાવાદ અને મુંબઈની ફ્લાઈટના ભાડામાં બમણો વધારો:8 થી 10 હજારની વન વે ટીકીટ,હોટેલો હાઉસફુલ
ખાસ કરીને યુવાવર્ગને ઘેલું લગાડનાર કોલ્ડ પ્લે કોન્સર્ટના કારણે અમદાવાદ અને મુંબઈની ફ્લાઈટના ભાડામાં તોતિંગ વધારો થયો છે, વન વે ટિકિટના ભાડા વધીને 8 થી10 હજાર સુધી બોલાઈ રહ્યા છે.રાજકોટથી અમદાવાદ અને મુંબઈની ફલાઈટના ભાવ આસમાને છે તો અત્યારે મહાકુંભ મેળાના લીધે પ્રયાગરાજ,વારાણસીની ફલાઈટના ટિકિટના દરો સાથે દેશના કોઈપણ શહેરમાંથી મુંબઈ અને અમદાવાદ માટેની ફ્લાઈટના ભાડામાં મોટો વધારો આવ્યો છે.
ફલાઈટ ઉપરાંત અમદાવાદ અને મુંબઈની હોટલોમાં પણ હાઉસફુલ બુકિંગ છે અને ભાવ વધારો હોવાને લીધે આ ઇવેન્ટમાં જનારા લોકો માટે અન્ય વિકલ્પ શોધવો પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. છેલ્લે મળતી વિગતો અનુસાર અમદાવાદમાં યોજાનારા આ કોન્સર્ટનું લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે આ શોનું લાઈવ સ્ટ્રીમિંગ ડિઝની પલ્સ હોટસ્ટાર પર થશે.આથી જેમને ટીકીટ નથી ખરીદી એમને આ શો નિહાળવા મળશે.