રાજકોટ : મારવાડી યુનિવર્સિટી નજીક હિટ એન્ડ રનમાં યુવકનું મોત
મોરબી રોડ પર મારવાડી યુનિવર્સિટી નજીક હિટ એન્ડ રનની ઘટનામાં મુળ રાજસ્થાનના અને હાલ રાજકોટ રહી કેટરર્સમાં કામ કરતાં યુવાનનું મોત નીપજ્યું છે. બનાવની મળતી વિગત મુજબ મોરબી રોડ પર મારવાડી યુનિવર્સિટી નજીક મોહીની કેટરર્સમાં રહેતો અને કામ કરતો દલારામ ગંગારામ ગામેતી (ઉ.વ.૩૫) રાતે સાડા નવેક વાગ્યે રસ્તો પસાર કરી રહ્યો હતો ત્યારે અજાણ્યો વાહનચાલક ઠોકરે લઇ ભાગી જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ વહેલી સવારે મોત થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
બનાવ મામલે કુવાડવા પોલીસેની તપાસમાં જાણવા મળ્યું હતું કે,મૃત્યુ પામનાર દલારામ મુળ રાજસ્થાનનો વતની હતો અને ચારેક મહિનાથી અહિ રહી કેટરર્સનું કામ કરતો હતો. રાતે તે રોડની બીજી તરફ કચરો ફેંકવા જઇ રહ્યો હતો ત્યારે આ બનાવ બન્યો હતો. મૃતકને સંતાનમાં ચાર પુત્રી અને એક પુત્ર છે.