મહાકુંભ વિશે જાણવા માટે લોકોએ ગુગલ ફેંદી નાખ્યુ : જાણો લોકોએ સૌથી વધુ શું સર્ચ કર્યું અને ક્યા દેશમાંથી સર્ચ સૌથી વધુ કર્યું ??
દર ૧૨ વર્ષે યોજાતો મહાકુંભ ઉત્સવ વિશ્વભરમાંથી લાખો ભક્તોને આકર્ષે છે. આવી સ્થિતિમાં, માત્ર ભારત જ નહી પરંતુ વિદેશમાં રહેતા લોકોએ મહાકુંભ વિશે માહિતી માટે ઇન્ટરનેટનો સહારો લીધો છે. લાખ્ખો લોકોએ ગુગલ સર્ચ કરીને આ મહાકુંભ વિશે ઝીણામાં ઝીણી માહિતી મેળવી છે.
સૌથી વધુ શું સર્ચ થયુ
લોકોએ 2025 મહાકુંભ, મહાકુંભ મેળો, પ્રયાગરાજ મહાકુંભ, મહાકુંભ હોટેલ, મહાકુંભ શહેર, મહાકુંભ સ્થાન, મહાકુંભ પ્રયાગરાજ તારીખ, મહાકુંભ મેળો, મહાકુંભ બુકિંગ, મહાકુંભ શું છે, મહાકુંભ ક્યારે છે અને રમતગમત મહાકુંભ સહિત ઘણા અન્ય કીવર્ડ નામોમાંથી માહિતી એકત્રિત કરી છે.
સૌથી વધુ ક્યા દેશમાંથી સર્ચ
નેપાળ, બહેરીન, કતાર, સંયુક્ત આરબ અમીરાત (UAE), સિંગાપોર, ઓમાન, ઓસ્ટ્રેલિયા, કેનેડા, આયર્લેન્ડ, યુનાઇટેડ કિંગડમ, નેધરલેન્ડ, થાઇલેન્ડ, યુનાઇટેડ સ્ટેટ્સ (યુએસ), જર્મની, સ્પેન અને અન્ય દેશોનો સમાવેશ થાય છે.
ભારતમાં ક્યા રાજ્યોએ રસ દાખવ્યો
ગુજરાત, દાદરા અને નગર હવેલી, ઉત્તર પ્રદેશ, દિલ્હી, ઝારખંડ, હરિયાણા, ઉત્તરાખંડ, છત્તીસગઢ, બિહાર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ચંદીગઢ, મહારાષ્ટ્ર, પંજાબ, ઓડિશા, ગોવા, પશ્ચિમ બંગાળ, આસામ, ચંદીગઢ, કર્ણાટક, તેલંગાણા અરુણાચલ પ્રદેશ વગેરે રાજ્યોમાંથી મહાકુંભ વિશે માહિતી એકત્રિત કરવામાં આવી છે.
ગુજરાતના હિંમતનગર અને રાજકોટના લોકોએ સૌથી વધુ રસ લીધો
ગુજરાતના હિંમત નગરમાં મહાકુંભ વિશે દેશમાં સૌથી વધુ લોકોએ માહિતી એકત્રિત કરી છે. આ પછી, પ્રયાગરાજ, અયોધ્યા, ઝીંઝક, ચિત્રકૂટ, મિર્ઝાપુર, કિશનગંજ, રાજકોટ, હિમાચલ પ્રદેશના ઉના વગેરે શહેરોનો સમાવેશ થાય છે.
મહા કુંભની વેબસાઇટ ૧૮૩ દેશોમાં જોવામાં આવી હતી
ડિજિટલ મહાકુંભના સંકલ્પ સાથે, યુ.પી.નાં મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીએ 6 ઓક્ટોબરના રોજ વિશ્વના સૌથી મોટા ધાર્મિક કાર્યક્રમ મહાકુંભની વેબસાઇટ, https://kumbh.gov.in, લોન્ચ કરી હતી અને હમણાં સુધી ૧૮૩ દેશોના ૩૩ લાખ પાંચ હજાર ૬૬૭ વપરાશકર્તાઓએ આ વેબસાઇટની મુલાકાત લીધી છે અને મહાકુંભ વિશે માહિતી મેળવી છે.