મહારાષ્ટ્રમાં નવાજૂનીના એંધાણ વચ્ચે ફડનવીસે શું કહ્યું ? વાંચો
મહારાષ્ટ્રના રાજકારણમાં નવાજૂનીના એંધાણ મળી રહ્યા છે. ઉધ્ધવ ઠાકરે અને શરદ પવાર દ્વારા મહારાહસ્ત્રના સીએમ ફડણવીસના વખાણ અને આદિત્ય ઠાકરેની ફડણવીસ સાથેની મુલાકાત બાદ ફડનવીસે પણ એમ કહ્યું છે કે રાજનીતિમાં ગમે તે શક્ય છે.
ફડણવીસે કહ્યું કે, ‘શરદ પવાર ચાણક્ય’ છે. તેમને પણ અનુભવ થયો હશે કે લોકસભા ચૂંટણી 2024માં મહાવિકાસ અઘાડી દ્વારા પ્રચાર કરવામાં આવેલ ફેક નેરેટિવ વિધાનસભા ચૂંટણીમાં કેવી રીતે પંચર થઈ ગયું. શરદ પવારના ધ્યાનમાં આવ્યું હશે આ શક્તિ આરએસએસ નિયમિત રાજનીતિ કરનારી નથી, તે રાષ્ટ્ર નિર્માણ કરનારી શક્તિ છે. અંતે વ્યક્તિએ પોતાના વિરોધીના પણ વખાણ કરવા પડે છે. એટલા માટે તેમણે અરેસએસની પ્રશંસા કરી હશે.
એનસીપી (શરદચંદ્ર પવાર) અને એનસીપી (અજિત પવાર ના ફરી નજીક આવવા અથવા એક થવાની સંભાવના પર દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, ‘હું તમને જણાવી દઉં કે તમે 2019 પછી મારા નિવેદનો સાંભળ્યા હશે. 2019થી 2024 સુધી જે ઘટનાઓ ઘટી છે, તેનાથી મને એ તો સમજાઈ ગયું છે કે રાજનીતિમાં કંઈ પણ અશક્ય નથી.
કોઈએ એવું વિચારીને આગળ ન વધવું જોઈએ કે આ વસ્તુ ન થઈ શકે. કંઈ પણ થઈ શકે છે. ઉદ્ધવ ઠાકરે ત્યાં જઈ શકે છે, અજિત પવાર અહીં આવી શકે છે. રાજકારણમાં કંઈ પણ થઈ શકે છે. એ ધ્યાનમાં રાખવું જોઈએ કે જ્યારે આપણે છાતી ઠોકીને બોલી દઈએ કે આવું નહીં થશે, ત્યારે રાજનીતિક પરિસ્થિતિઓ તમને ક્યાં લઈ જઈને બેસાડી દેશે તેનો કોઈ ભરોસો નથી.