વેપારીઓ માટે જીએસટીઆર -1 અંગે શું થઈ સુગમતા ? જુઓ
જીએસટીએન સિસ્ટમમાં ટેકનિકલ ખામીની ફરિયાદ બાદ કેન્દ્ર સરકારે માસિક જીએસટી વેચાણ ફોર્મ જીએસટીઆર -1 અને જીએસટી પેમેન્ટ દાખલ કરવાની સમયસીમા બે દિવસ માટે વધારી દીધી હોવાની સત્તાવાર જાહેરાત થઈ હતી. વેપારી વર્ગને આ પગલાંથી સરળતા રહેશે.
સીબીઆઇસીના નોટિફિકેશન મુજબ જીએસટીઆર -1 ભરવાની અંતિમ તારીખ 13 જાન્યુઆરી છે . જ્યાંરે ત્રિમાસિક પેમેન્ટ વિકલ્પ માટે 15 જાન્યુઆરી રાખવામાં આવી છે . સામાન્ય રીતે રીતે જીસટીઆર-1 ફોર્મ ભરવા માટેની અંતિમ તારીખ 11 જાન્યુઆરી હોય છે પણ વેપારીઓનો સગવડતા માટે તે સીમા બે દિવસ માટે વધારી દેવાઈ છે .
એ જ રીતે જીએસટીઆર -3 -બી દાખલ કરી જીએસટી પેમેન્ટની સીમા વર્તમાન 20 જાન્યુઆરીથી વધારી 22 જાન્યુઆરી કરે દેવાઈ છે . ત્રિમાસિક ધોરણે પેમેન્ટ કરતાં લોકો માટે સીમા 24 જાન્યુઆરી અને 26 જાન્યુઆરી સુધી કરી દેવાઈ છે તેમ નવી યાદીમાં જણાવાયું છે .