ડોનાલ્ડ ટ્રમ્પને આંચકો : સજા સામે સ્ટેની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી
એડલ્ટ સ્ટારને પૈસા આપવાના કેસમાં જેલ કે આકરી સજા નહી થાય તેવો સંકેત
અમેરિકાની સુપ્રીમ કોર્ટે નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સજા પર રોક લગાવવા અંતિમ સમયે કરવામાં આવેલી અરજી નકારી કાઢી હતી. ટ્રમ્પની અરજીને કોર્ટે 5-4 વોટથી નકારી હતી. એક એડલ્ટ સ્ટારને ગુપ્ત રીતે પૈસા આપવાના કેસમાં ન્યૂ યોર્ક કોર્ટના નિર્ણય સામે ટ્રમ્પે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. ટ્રમ્પના વકીલોએ સજા પર તાત્કાલિક રોક લગાવવાની વિનંતી કરતાં કહ્યું હતું કે રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળવાની તેમની તૈયારીઓમાં અવરોધ આવી શકે છે.
ટ્રમ્પ 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવાના છે. ગત વર્ષે મે મહિનામાં ટ્રમ્પને 34 ગુનાઓમાં દોષિ જાહેર કરવામાં આવ્યા હતા. જોકે ટ્રમ્પે આરોપો નકારી કાઢ્યા હતા. ટ્રમ્પના વકીલે કહ્યું હતું કે, મોટા અન્યાયને રોકવા અને રાષ્ટ્રપતિના પદની ગરિમાને નુકસાન પહોંચાડનારા ફેંસલો ન આપવો જોઈએ. ન્યાયાધીશ મર્ચને પણ ટ્રમ્પને જેલની સજા, આર્થિક દંડ લગાવવાની કે પછી આકરી સજા નહીં સંભળાવે તેવો સંકેત આપ્યો હતો.
હશ મની કેસ વર્ષ 2016નો એક કેસ છે. જેમાં કથિત રીતે ટ્રમ્પ પર એડલ્ટ સ્ટારને પૈસા આપવાનો આરોપ છે. 2016ની રાષ્ટ્રપતિ ચૂંટણીની ઠીક પહેલા એડલ્ટ સ્ટારને સંબંધો પર મૌન રહેવાનો આરોપ છે કે ટ્રમ્પે પૈસા આપ્યા. એડલ્ટ સ્ટાર સ્ટોમી ડેનિયલ્સને 1 લાખ 30 હજાર ડૉલર આપવાનો આરોપ છે. જો કે ટ્રમ્પ તમામ આરોપોને ફગાવી ચુક્યા છે.
આ કેસને જોઈ રહેલા જજ જુઆન મર્ચને ટ્રમ્પને સજા સંભળાવવા માટે 10 જાન્યુઆરીનો દિવસ નક્કી કર્યો હતો. જજે પહેલા જ સંકેત આપી દીધા હતા કે ટ્રમ્પને જેલની સજા નહીં આપવામાં આવે. સાથે જ તેમના પર દંડ અથવા પ્રોબેશન નહીં લગાવવામાં આવે.