2024 બન્યું માનવ ઇતિહાસનું સૌથી વધુ ગરમ વર્ષ: તાપમાનમાં અસામાન્ય ઉછાળો
ક્લાઈમેટ ચેન્જની ઘાતક અસરોનો સાક્ષાતકાર
માનવ સર્જિત ક્લાઈમેટ ચેન્જની ઘાતક અસરોનો પૃથ્વી અને પૃથ્વી પરની જીવસૃષ્ટિને ચેતવણી રૂપ સાક્ષાત્કાર થયો છે. પૃથ્વીના હવામાન પર દેખરેખ રાખતી એજન્સીઓના જણાવ્યા અનુસાર 2024 નું વર્ષ છેલ્લા 1.25 લાખ વર્ષના માનવ ઇતિહાસનું સૌથી વધારે ગરમ વર્ષ બની રહ્યું હતું.
પૃથ્વી પરના તાપમાનને ઔદ્યોગિક ક્રાંતિ પહેલાના એટલે કે 1850 થી 1900 પહેલાના તાપમાન કરતાં
1.5 ડિગ્રી સુધી વધતા અટકાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો. એ માટે 2030 સુધીમાં ગ્રીન ગેસના ઉત્સર્જન માટે જવાબદાર ઓઇલ કોલસો અને નેચરલ ગેસના વપરાશમાં 50 ટકાનો ઘટાડો કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
જો કે વર્ષ 2023 માં જ તાપમાનમાં કેટલીક વખત 1.5 ટકાનો વધારો નોંધાઈ ગયો હતો. હવે પૃથ્વીના હવામાન ઉપર દેખરેખ રાખતી ટોચની એજન્સીઓના જણાવ્યા મુજબ વર્ષ 2024 માં તો તાપમાનના પારામાં 2023 કરતા પણ વધુ ઉછાળો નોંધાયો હતો.
યુરોપિયન કમિશનની કોપરનિક્સ ક્લાઈમેટ સર્વિસ ના જણાવ્યા અનુસાર વર્ષ 2024માં સરેરાશ તાપમાનમાં 1.6 ટકાનો, યુકેની મેટ્રોલોજી ઓફિસના અહેવાલ અનુસાર 1.53 ટકાનો અને જાપાનની હવામાન એજન્સીના રિપોર્ટ મુજબ 1.57 ટકા સેલ્સિયસનો વધારો અસ્થાયી ધોરણે નોંધાયો હતો. 10 જુલાઈ 2024 ના રોજ પૃથ્વીનું સૌથી વધારે સરેરાશ તાપમાન 17.16 ડિગ્રી સેલ્સિયસ હતું.નોંધનીય છે કે 1850 થી પૃથ્વીનું તાપમાન નોંધવામાં આવે છે અને તેમાં છેલ્લા 10 વર્ષ સૌથી વધારે ગરમ હોવાનું ખુલ્યું હતું.
ગ્રીન હાઉસ ગેસના વાતાવરણમાં સંચયને કારણે પૃથ્વીનું તાપમાન સતત વધી રહ્યું છે. તેને કારણે હવામાનમાં ઘાતક પરિવર્તનો આવી રહ્યા છે. ગ્લેસીયરો અને આઈ શીટ પીગળવા લાગ્યા છે અને ઝંઝાવાતો, અતિવૃષ્ટિ, દુષ્કાળ તેમ જ પૃથ્વીના વિવિધ ખંડોના
પરંપરાગત હવામાનમાં ખૂબ ઝડપથી ફેરફાર થવા લાગ્યા છે.
હવામાનશાસ્ત્રીઓએ વર્ષ 2024 માં તાપમાનમાં આવેલા ઉછાળાને અસામાન્ય ગણાવ્યો હતો. યુનિવર્સિટી ઓફ જ્યોર્જિયાના મેટ્રોલોજી પ્રોફેસર માર્શલ શેફર્ડએ હરિચંદ હેલેન, સ્પેનના પુર અને કેલિફોર્નિયાના વિનાશક દવ માટે ક્લાઈમેટ ચેન્જને જવાબદાર ગણાવી કહ્યું હતું કે આ ઘટનાઓ માનવ સૃષ્ટિ માટે ખતરા ની ઘંટી સમાન છે. પૃથ્વીના સરેરાશ તાપમાનને 1.5 ડિગ્રીના વધારા સુધી જ અટકાવી દેવું હોય તો તાત્કાલિક પગલાં ભરવા પડશે. નહિતર તેની અસરો અત્યંત ઘાતક સાબિત થશે.