વૃંદાવન ધામમાં મનોરથના દર્શન: મૌલેશભાઈની વ્હાલુડી રાધાને રાજકોટવાસીઓના આશીર્વાદ
નાથદ્વારાના વિશાલબાવાની નિશ્રામાં ઉકાણી પરિવાર દ્વારા ગોચરણ મનોરથની ઉજવણી:
`વોઈસ ઓફ ડે’ના કૃણાલ મણિયાર અને મીરા મણિયારે વૃંદાવન ધામ નિહાળ્યું
રાજકોટના દાનવીર ઉદ્યોગપતિ મૌલેશભાઈ ઉકાણી પરિવાર દ્રારા ઇશ્વરીયા ખાતે વૃંદાવનધામમાં ત્રિદિવસીય મનોરથ ઉત્સવમાં વૈષ્ણવો તથા રાજકોટવાસીઓ એ વૃંદાવનધામનો નજારો નીહાળી નાથદ્રારામાં ઠાકોરજી'ના દર્શન કરતા હોય તેવી ધન્યતા અનુભવી છે. નાથદ્રારાના વિશાલ બાવાની નિશ્રામાં ઉકાણી પરિવાર દ્રારા ગૌચરણ મનોસ્થની ઉજવણી કરવામાં આવી હતી. પૂ. વિશાલ બાવા પુષ્ટીમાર્ગીય પ્રધાનપીઠ ગણાતા શ્રીનાથજી હવેલીમાં નિયમાનુસાર ભોગ ધરાવી ગઇકાલે તત્કાલ રાજકોટ વૃંદાવનધામ પરત ફર્યા હતા. આજથી ૫ વર્ષ પૂર્વ
કૃષ્ણચરિત્ર કથા’ સપ્તાહમાં ભવ્ય વિશાળ સેટ સાથેનું યાદગાર આયોજન ની ભેટ આપનાર બાનલેબ ઉકાણી પરિવાર દ્વારા ત્રીદિવસીય મનોરથ માટે વૃંદાવન ધામની પાવન ભૂમીમાં મનોરથ ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો. મનદરથની ભવ્ય ઉજવણી થનાર છે. દિકરી ચિ. રાધાના લગ્નોત્સવ પૂર્વ આયોજીત ત્રિદિવસીય મનોરથ ઉત્સવ, મહેમાનો ના નામે વૃક્ષારોપણ સહીતના બાનલેબ ઉકાણી પરિવાર દ્રારા આયોજન રાજકોટ વાસીઓ માટે એક સોનેરી સંભારણું છે.
ઉકાણી પરિવારના ઇશ્વરીયા સ્થિત દ્રારકાધીશ ફાર્મ ખાતે ઉભા કરવામાં આવેલા વૃંદાવન ધામ ખાતે ત્રિદિવસીય મનોરથ પ્રસંગે વૈષ્ણવો તથા રાજકોટવાસીઓ કૃષ્ણભક્તિના રંગે રંગાયા હોય તેવો માહોલ સર્જાયો છે. વૃંદાવન ખાતે નિર્મિત ગીરીરાજ પર્વત. નાથજીના ના મોતી મહેલ, શ્રીજી બાવાના પ્રેમ મંદિર, શામળાજી મંદિર, ડાકોર મંદિર, દ્રારકાધીશ મંદિરની આબેહુબ પ્રતિકૃતી ના દર્શન માટે ભાવીકો મોટી સંખ્યામાં ઉમટી પડયા છે. વૃંદાવનધામ ખાતે ‘ઠાકોરજી’ ના દર્શન માટે પધારતા ભાવિકો માટે ઉકાણી પરિવાર દ્વારા સુચારૂ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.
ત્રિદિવસીયા મનોરથ ઉતસવમાં સામાજીક રાજકીય મહાનુભાવો પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતીનભાઈ ભારદ્રાજ, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોધરા, પરેશભાઈ ગજેરા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, દુર્લભજીભાઈ દેથલીયા, લલીતભાઈ રાદડીયા, ડો. દર્શીતાબેન શાહ, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, પ્રદેશ મંત્રી બીનાબેન આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, દંડક મનીષભાઈ રાડીયા, પૂર્વ કમિશ્નર રાજુ ભાર્ગવ, ઉમિયાધામના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઈ પટેલ, ઉપપ્રમુખ જગદીશભાઈ કોટડીયા, ઉદ્યોગપતિઓ મનસુખભાઈ પાણ, નાથાભાઈ કાલરીયા, રાજનભાઈ વડાલીયા, રમણભાઈ વરમોરા, પવિત્ર યાત્રાધામ ના સચિવ રમેશભાઈ મેરજા, ઉમિયા પરિવાર સંગઠન પ્રમુખ કૌશીકભાઈ રાબડીયા સહીત રાજકીય સામાજીક સંસ્થાઓના અગ્રણીઓ એ વૃંદાવન ધામની મુલાકાત લીધી હતી.
પુષ્ટિમાર્ગિય પ્રધાનપીઠ શ્રીનાથજી હવેલીના પૂ.વિશાલબાવાના હસ્તે ધ્વજારોહણ
પુષ્ટિમાર્ગીય પ્રભાનપીઠ શ્રીનાથજી હવેલીના યુવાચાર્ય ગો.ચી. ૧૦૫ વિશાલ બાવા કે જેઓ શ્રીનાથજી હવેલીના શ્રી શ્રી તિલકાયતના સુપુત્ર છે તેઓના હસ્તે ‘ધ્વજાજી’ નું આરોહણ કરવામાં આવ્યુ હતુ. ૧૨.૫ એકરમાં નિર્મિત વૃંદાવનધામમાં શ્રીનાથજી, મોતી મહેલ, બાંકેબિહારી મંદિર, પ્રેમ મંદિર, ની અદ્ભૂત આકૃતિઓ બનેલ છે. શ્રી વિશાલ બાવાએ આરતી પૂજન વિધિ બાદ પોતાના કર કમલોથી ભવ્ય ધ્વજ ચઢાવ્યો હતો. આ અવસરે છપ્પન ભોગ મનોરથ ઉજવાયો હતો. ઉકાણી પરિવાર દ્વારા સતત ત્રણ દિવસ સુધી છપનભોગ, ગૌચરણ, દિપદાન મનોરથ ઉત્સવ ઉજવાશે. આ અવસરે ધ્વજાજી'નું મહાત્મ સમજાવતા વિશાલ બાવાએ પોતાના સંબોધનમાં જણાવ્યુ હતુ કે જગતગુરૂ શ્રીમદ વલ્લભાચાર્ય ના ચરણ દ્રારા પ્રસ્તુત એવમ
પિતૃવેશશોદિધ’ આપના પરિવાર દ્વારા શોભીત અને પલ્લવીત પુષ્ટીમાર્ગમાં ધ્વજાજી'નું અલૌકીક મહત્વ છે.
ગોપિકા પ્રોકત ગુરુવાહ’ અર્થાત પુષ્ટિમાર્ગમાં ગોપીઓ ગુરૂ સમાન છે અને અષ્ટ સખા આ સ્વરૂપને ગોપી પ્રેમ કી ધ્વજા’ તરીકે વર્ણવે છે. સુષ્ટિને આર્શીવાદ આપવા માટે ગોર્વધનધારી ધ્વજાજી મંદિર શિખર પર પોતાના દૈદીપ્યમાન સ્વરૂપમાં બિરાજમાન છે.