રાજકોટ : 13 વર્ષના દીકરાને કેન્સર આવતા માતાએ જીવન ટૂંકાવી લીધું
રાજકોટ શહેરમાં મવડીમાં એસ.કે.પી સ્કૂલ પાછળ અક્ષર એપાર્ટમેન્ટમાં રહેતા ડિમ્પલબેન જયેશભાઈ સોજીત્રા (ઉ.વ.૪૨) નામના મહિલાએ રાત્રિના અરસામાં ઘરે હતા ત્યારે ઝેરી દવા પી લેતા પ્રથમ ખાનગી હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર કારગત ન નીવડતા દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો.
મૃતકના લગ્ન થયાને ૧૨ વર્ષ જેટલો સમય થયો હતો અને પતિ હીરાની મજૂરી કામ કરે છે, સંતાનમાં બે પુત્ર છે જેમાં ૧૨ વર્ષના પુત્ર મિતને કેન્સરની બીમારી હોવાનું સામે આવતાની સારવાર શરૂ કરી હતી. ગઇકાલે કરાવેલા રિપોર્ટ પણ ખરાબ આવતા અને સારવારના ખર્ચને પણ કેવી રીતે પહોંચી શકાશે એ ચિંતામાં આવી જઈ દવા પી લીધી હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે. જ્યારે આ મામલે તાલુકા પોલીસે દ્વારા વધુ તપાસ હાથ ધરી છે.