કોંગ્રેસે દિલ્હીની મહિલાઓને શું વચન આપ્યું ? કેટલી રકમ આપશે ? વાંચો
દિલ્હી ચૂંટણીને લઈને કોંગ્રેસે સોમવારે મોટી જાહેરાત કરી હતી. મહિલા મતદારોને રીઝવવા કોંગ્રેસે સત્તામાં આવશે તો દરેક મહિલાને 2500 રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. . કોંગ્રેસ દ્વારા પ્યારી દીદી યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. આ યોજનાની જાહેરાત કરતા કોંગ્રેસના નેતા અને કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારે કહ્યું કે તેઓ સત્તામાં આવ્યા બાદ પ્રથમ કેબિનેટ બેઠકમાં આ યોજનાને મંજૂરી આપશે. બધી જ રાજકીય પાર્ટીઓ અત્યારે મહિલા મતદારોને રિઝવાવામાં પડેલી છે અને તે જોતાં મહિલાઓને ઘણો ફાયદો થઈ શકે છે,. જો કે જીતે તો જ આરકમ આપવામાં આવશે તેવું વચન અપાય છે.
મહિલા સશક્તિકરણ માટે કોંગ્રેસ જરૂરી
આ અવસર પર દિલ્હી કોંગ્રેસના પ્રભારી કાઝી નિઝામુદ્દીને કહ્યું કે, આગામી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટી સામાજિક કલ્યાણ અને મહિલા સશક્તિકરણ સાથે સંબંધિત પ્રથમ ગેરંટી લોન્ચ કરી રહી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ હંમેશા સામાજિક કલ્યાણ અને મહિલા સશક્તિકરણ માટે તત્પર રહી છે. નિઝામુદ્દીને કહ્યું કે કર્ણાટકમાં પણ સરકાર બનતાની સાથે જ કોંગ્રેસે પ્રથમ કેબિનેટમાં સામાજિક કલ્યાણ માટેની પોતાની યોજના નક્કી કરી અને તેનો અમલ કર્યો. તેથી મહિલા સશક્તિકરણ માટે દિલ્હીમાં કોંગ્રેસ જરૂરી છે.
મહિલા મતદારો પર નજર
કોંગ્રેસની આ જાહેરાતને દિલ્હી ચૂંટણીમાં મહિલા મતદારોને રીઝવવાની દાવ માનવામાં આવી રહી છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલી મતદાર યાદી અનુસાર દિલ્હીમાં 71 લાખ મહિલા મતદારો છે. આ પહેલા આમ આદમી પાર્ટીએ વાયદો કર્યો હતો કે જો ફરી સરકાર બનશે તો મહિલાઓને દર મહિને 2100 રૂપિયા આપવામાં આવશે. આમ આદમી પાર્ટી દ્વારા મહિલાઓની નોંધણી પણ કરવામાં આવી રહી છે.