હેટ સ્પીચ પર સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને કડક નિર્દેશ
કમિટી બનાવો અને દેખરેખ રાખો, આવી રીતે નહીં ચાલે
હેટ સ્પીચને લઈને ફરીવાર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કડક તાકીદ કરી છે. કોર્ટે એવો નિર્દેશ કર્યો છે કે એક કમિટી બનાવવામાં આવે જે દેશભરમાં હેટ સ્પીચના મામલા પર વોચ રાખે.
પત્રકાર શાહીન અબ્દુલ્લાએ આ મામલે કોર્ટમાં અરજી દાખલ કરી હતી જેમાં કેન્દ્રને નિર્દેશ આપવાની માંગણી કરાઇ હતી. કેન્દ્રે આવા મામલામાં સખત પગલાં લેવા જ જોઈએ તેવી દલીલ કરાઇ હતી.
હેટ સ્પીચમાં સમુદાય વિશેષની હત્યાથી લઈને તેમનો આર્થિક અને સામાજિક બહિષ્કાર કરવાની વાતો થઈ રહી છે. ન્યાયમૂર્તિ ખન્નાએ કહ્યું હતું કે બધા જ સમુદાયો વચ્ચે સૌહાર્દ અને સદભાવ હોવો જરૂરી છે.