આરાધ્યાના મમ્મી ક્યાં ગયા ?? ફેમેલી ફોટોમાંથી બચ્ચન પરિવારની વહુ એશ્વર્યા અને પૌત્રી ગાયબ !!
ઐશ્વર્યા રાયના સમાધાન અને અભિષેક બચ્ચન સાથેના વિવાદના સમાચાર ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. બચ્ચન પરિવારનો એક ફોટો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આમાં ઐશ્વર્યા રાય ક્યાંય દેખાતી નથી. આ ફોટો લગ્નનો છે, અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન અને જયા બચ્ચન બધા જ છે, પરંતુ ઐશ્વર્યા અને તેની પુત્રી આરાધ્યા ક્યાંય નથી. આ ફોટો સામે આવતા જ બધા આશ્ચર્યચકિત થઈ ગયા.
ફેન્સ ફરી એકવાર ઐશ્વર્યા વિશે સવાલો પૂછવા લાગ્યા. જે રીતે ચાહકો ઐશ્વર્યા રાય વિશે પૂછી રહ્યા છે, તેવામાં ફરી એકવાર સોશિયલ મીડિયા પર અણબનાવના સમાચાર વહેતા થયા છે. બચ્ચન પરિવારનો જે ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તે લગ્ન સમારોહનો છે. જ્યાં, અમિતાભ બચ્ચન તેમના પુત્ર અને પત્ની સાથે મુંબઈ પહોંચ્યા હતા. આ ફોટોમાં આખો બચ્ચન પરિવાર વર-કન્યા સાથે ઉભો જોવા મળે છે.
આ ફોટોમાં અમિતાભ બચ્ચને બ્લેક ઈન્ડો-વેસ્ટર્ન પહેર્યું છે. જ્યારે અભિષેક બચ્ચન સફેદ કુર્તામાં અદભૂત લાગી રહ્યો છે. ગુલાબી સાડીમાં જયા બચ્ચન રોયલ લાગી રહી હતી. હવે ચાહકો આ ફોટામાં ઐશ્વર્યા અને આરાધ્યાને જોઈ શક્યા નથી. જેના કારણે પ્રશ્નો ઉભા થયા છે.